Valsad: નદીના ધસમસતા પ્રવાહમાંથી નીકળી અંતિમયાત્રા, જુઓ વીડિયો

|

Sep 23, 2021 | 8:10 PM

વલસાડ જિલ્લામાં આજે મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે ત્યારે નદીના ધસમસતા પ્રવાહમાંથી અંતિમયાત્રા નીકળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

Valsad: વલસાડ જિલ્લામાં આજે મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે ત્યારે નદીના ધસમસતા પ્રવાહમાંથી અંતિમયાત્રા નીકળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડના કપરાડા તાલુકાના કરચોન્ડ ગામની આ ઘટના સામે આવી છે. જ્યાં એક વૃદ્ધાનું કુદરતી મોત થતાં સ્વજનો નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમયાત્રા યોજવા માટે મજબૂર બની ગયા હતા. મહત્વનું છે કે, ગામ અને સ્મશાન વચ્ચેથી તુલસી નદી પસાર થાય છે.

ધોધમાર વરસાદના કારણે નદી અત્યારે તોફાની સ્વરૂપમાં વહી રહી છે. જેના કારણે નદી પરના કોઝવે પર પણ પાણી ફરી વળ્યા હતા. આ કોઝવે પરથી સ્મશાન સુધી પહોંચવા મૃતકના સ્વજનોએ જીવને જોખમમાં મુકવો પડ્યો હતો. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મહત્વનું છે કે, ચોમાસામાં વરસાદ વરસતાની સાથે જ કપરાડાના અને આસપાસના અનેક ગામોમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે.

મહત્વનું છે કે, વલસાડના(Valsad) કપરાડામાં ગુરુવારે પણ ભારે વરસાદ પડ્યો છે. જેમાં ભારે વરસાદના પગલે નદી નાળાઓ તોફાની સ્વરૂપે જોવા મળી રહ્યાં છે. તેમજ ખડકાવાલ ગામ વચ્ચેથી પસાર થતી કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. જેના લીધે કલાકો સુધી ગામનો સંપર્ક કપાયો છે. તેમજ ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના કપરાડા ઉપરાંત નવસારીમાં પણ વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. તેમજ દક્ષિણ ગુજ્રરાતના પડી રહેલા ભારે વરસાદથી અનેક નદી અને નાળા અને ડેમમાં નવા નીર ઉમેરાયા છે.

 

આ પણ વાંચો: મક્કમ માતાએ દીકરાને જેલમાં મોકલવા અને પાઠ ભણાવવા સુનાવણી દરમિયાન જામીન અરજી પાછી ખેંચી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: CDAC Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો

Published On - 7:51 pm, Thu, 23 September 21

Next Video