Valsad: કોલેજના પ્રિન્સિપાલે સરકારના નિયમની કરી ઐસી કી તૈસી, વિદ્યાર્થીઓને રૂબરૂ ફી ભરવા બોલાવ્યા

|

May 07, 2021 | 9:49 AM

એક બાજુ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. કોરોના સંક્ર્મણને પગલે ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ વચ્ચે વલસાડની (Valsad) એક કોલેજના પ્રિન્સિપાલની દાદાગીરી સામે આવી છે.

એક બાજુ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. કોરોના સંક્ર્મણને પગલે ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ વચ્ચે વલસાડની (Valsad) એક કોલેજના પ્રિન્સિપાલની દાદાગીરી સામે આવી છે.

વલસાડની શાહ એન એચ કોમર્સ કોલેજના પ્રિન્સપાલની દાદાગીરી સામે આવી છે. પ્રિન્સિપાલે વિધાર્થીઓને રૂબરૂ ફી ભરવા કોલેજ બોલાવ્યા હતા. જેને લઈને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ફી ભરવા કોલેજ પહોંચ્યા હતા.નોંધનીય છે કે, સરકાર દ્વારા 50 સ્ટાફ સાથે કામ કરવાના આદેશ આપ્યા છે. જોકે આ કોલેજ ના પ્રિન્સીપાલ તમામ 100 ટકા સ્ટાફને કોલેજ બોલાવે છે.

વિદ્યાર્થીઓએ ઓન લાઈન ફી ભરવા સહિતની સુવિધા માટે પ્રિન્સિપાલને રજૂઆત કરી છે. પરંતુ પ્રિન્સિપાલે ઉડાઉ જવાબ આપ્યો હતો અને સરકારના નિયમનો ઉલાળ્યો કર્યો હતો.

Next Video