Vadodara : હાઇકોર્ટની ટકોર બાદ વડોદરા ફાયરબ્રિગેડ તંત્ર આવ્યું હરકતમાં, 3 મિલ્કત કરી સીલ

|

Jun 02, 2021 | 10:00 AM

Vadodara : ફાયર સેફટી (Fire Safety) મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી હતી.

Vadodara : ફાયર સેફટી ( Fire Safety) મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ( Gujarat Highcourt) ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી હતી. આ સાથે જ તંત્ર હરકતમાં આવ્યું છે. ફાયર સેફટી વગરની મિલ્કતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર સેફટીના સાધનો નહીં વસાવનાર કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સરદાર એસ્ટેટમાં ત્રણ કંપનીના વીજ જોડાણો કાપવામાં આવ્યા છે. તબક્કાવાર કાર્યવાહી કરી કંપનીને સીલ મારવામાં આવશે.

વીજ કંપનીની ટિમ સાથે રાખી ફાયર બ્રિગેડએ કાર્યવાહી કરી છે.આ મિલ્કતોને ફાયર સેફટીના સાધનો વસાવવા માટે વારંવાર નોટિસો આપવા છતાં નિષ્કાળજી રાખતા કાર્યવાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, સૌપ્રથમ અમદાવાદની શ્રેય હોસ્પીટલ અને ત્યારબાદ રાજકોટ, વડોદરા અને ભરૂચ તેમજ અન્ય શહેરોમાં લાગેલી આગ બાદ હાઇકોર્ટનું વલણ નિયમ પાલન અંગે ખુબ આકરુ રહ્યુ છે. આ સાથે જ ગુજરાત હાઇકોર્ટ ગુજરાત સરકારને જણાવ્યું હતું કે, કેટલાંક નિયમો છે જેનું પાલન થવુ જરૂરી છે જે મામલે સરકાર અને કોર્પોરેશન તરફથી સોગંદનામામાં ઉલ્લેખ કરાયો હતો.

Next Video