Vadodara: બેકાબુ કારે ચાર જણાને અડફેટે લીધાં, 2નાં મોત

|

Jul 03, 2022 | 3:01 PM

વડોદરા શહેરમાં સમતા ફ્લેટની પાછળ ઉર્વશી ડુપ્લેક્સ પાસે રાત્રે એક્સિડેન્ટની ઘટના બની હતી. આ અકસ્માત ડ્રીંક એન્ડ ડ્રાઈવની ઘટના હોવાની ચર્ચા ચાલી રહી છે.

Vadodara: બેકાબુ કારે ચાર જણાને અડફેટે લીધાં, 2નાં મોત
Vadodara car accident

Follow us on

વડોદરા (Vadodara) શહેરમાં સમતા ફ્લેટની પાછળ ઉર્વશી ડુપ્લેક્સની સામે ગોત્રી સમતા રોડ પર મોડી રાત્રે બેફામ કાર ચાલકે ચાર વ્યક્તિઓને અડફેટે લીધા હતા જેમાં 2નાં મોત (Death) નિપજ્યાં છે. વડોદરા શહેરમાં સમતા ફ્લેટની પાછળ ઉર્વશી ડુપ્લેક્સ પાસે કુનાલ ચાર રસ્તા તરફ જવાના રોડ પર મોડી રાત્રે અકસ્માત (Accident)  સર્જાયો હતો, જેમાં ગાડી ફુલ સ્પીડમાં હાકનાર કારચાલક કાબુ ગુમાવતા ઉર્વશી ડુપ્લેક્સ પાસે ગાડી જીઇબીના થાંભલામાં અથડાઈ ગઈ હતી. ત્યારબાદ ઉર્વશી ડુપ્લેક્ષના ગેટ બહાર  પૌત્ર અને દાદાને કાર ચાલકે અડફેટે લીધા બાદ એક રિક્ષાને પણ અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી. આ અકસ્માત વિશે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનને જાણ થતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના અધિકારી ઘટના સ્થળ પહોચી આગળ તપાસ હાથ ધરી છે જે ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી તે લોકો ને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેની વધુ તપાસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ પૂજા તિવારી દ્વારા આગળની તપાસ હાથ ધરી છે

વડોદરા શહેરમાં સમતા ફ્લેટની પાછળ ઉર્વશી ડુપ્લેક્સ પાસે રાત્રે એક્સિડેન્ટની ઘટના બની હતી. આ અકસ્માત ડ્રીંક એન્ડ ડ્રાઈવની ઘટના હોવાની ચર્ચા ચાલી રહી છે. ગોત્રી વિસ્તારમાં સમતા રોડ પર કાર થાંભલા સાથે અથડાતા અકસ્માત થયો છે. કાર ચાલકે રિક્ષા ચાલકને પણ અડફેટમાં લીધો છે. કાર ચાલકે કાબૂ ગુમાવતા એમજીવીસીએલના થાંભલા સાથે અથડાઈ છે. ઘટનમાં ચાર વ્યક્તિઓને થઇ ઇજા પહોંચી હતી, જેમાં 2 વર્ષના બાળક રાજવીર જોગરાણા અને 61 વર્ષીય દાદા કાનજીભાઈ જોગરાણાનું મૃત્યુ થયું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા પૌત્ર અને દાદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષ દર્શીએ કાર ચાલક તેમજ કારમાં બેસેલા બંને યુવકો દારૂના નશામાં ચૂર હોવાનું જણાવ્યું છે. અકસ્માત બાદ કારમાં બેસેલા બંને યુવકો દારૂની બોટલ લઈને ફરાર થયા હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસે સ્થળ પર પહોચી અકસ્માતગ્રસ્ત કારનો કબજો લઈ અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ચાલક અને કારમાં સવાર લોકોની તપાસ આરંભી હતી. પોલીસે કારના નંબરના આધારે કારના માલિકની શોધખોળ શરૂ કરી છે.

Next Article