Vadodara : વારંવાર લાઈટ જવાથી ત્રસ્ત ગ્રામજનોએ MGVCL ની ઓફિસે કર્યો હોબાળો

|

Jun 06, 2021 | 8:44 AM

એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે. લાઈટ વગર એક મિનિટ માટે પણ રહેવું અસહ્ય થઇ જાય છે. ત્યારે ડભોઈમાં વારંવાર લાઈટ જતા MGVCL ની ઓફિસે હોબાળો મચાવ્યો હતો.

Vadodara : એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે. લાઈટ વગર એક મિનિટ માટે પણ રહેવું અસહ્ય થઇ જાય છે. ત્યારે ડભોઈમાં વારંવાર લાઈટ જતા MGVCL ની ઓફિસે હોબાળો મચાવ્યો હતો.

ડભોઇ શહેર અને તાલુકામાં વારંવાર લાઈટો જતી હતી. જેના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભારે હાલાકી થતી હતી. વારંવાર લાઈટ જવાના કારણે MGVCL ની ઓફિસે લોકો ફોન કરતા હતા. ગ્રામજનો વારંવાર ફોન કરતા ઓફીસેથી કોઈ જવાબ મળતો ના હતો. તેથી ગ્રામજનોએ અધિકારીઓને ફોન કરીને લાઈટ બાબતનું પૂછતાં જાણવા મળ્યું હતું કે, ફોન તો બીજા પાસે છે.

જેને લઇને ડભોઇ તાલુકાના નાડા ગામના ગ્રામજનો દ્વારા એમજીવીસીએલની ઓફિસે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ ઓફિસમાં ટેબલ ખુરશી અને કાઉન્ટર તોડફોડ કરવામાં આવી હતી. ડભોઇ તાલુકાના દરેક ગામોમાં છેલ્લા ચાર દિવસથી સમસ્યા જોવા મળી રહી છે.

છેલ્લા 4-5 દિવસથી આ સમસ્યા હોય બાળકો, વૃધ્ધોને સૌથી વધુ તકલીફ પડે છે. આખરે ક્યાં કારણે લાઈટો વારંવાર જતી હતી એ જાણી શકાયું ના હતું.  તો બીજી તરફ ડભોઈના એક જાગૃત નગરજને અધિકારીને ફોન કર્યો હતો જાણવા મળ્યું કે તે અધિકારી તો પીવા બેઠા છે.  આ પરથી કહી શકાય કે દારૂબંધીનો નિયમ સામાન્ય જનતા માટે છે. અધિકારીઓ તો દારૂબંધીના નિયમનો ઉલાળ્યો કરે છે.

Next Video