Vadodara: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા: વડોદરા એરપોર્ટ પર સ્વાગત કરાયું

|

Apr 09, 2022 | 12:30 PM

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા રામનાથ કોવિંદ આજે કેવડિયા ખાતે જજીસ કોન્ફરન્સમાં ભાગ લીધા બાદ આવતી કાલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં મેળામાં ભાગ લેવા જશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ માધવપુર જશે.

Vadodara: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા: વડોદરા એરપોર્ટ પર સ્વાગત કરાયું
President Ramnath Kovind arrives Vadodara Airport

Follow us on

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અગાઉ બિહારના રાજ્યપાલ હતા ત્યારે વડોદરા આવ્યા હતા

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) તથા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ આર. વી. રમન્ના ગુજરાત (Gujarat ) ની બે દિવસની મુલાકાતે આવી પહોંચતા વડોદરા (Vadodara) એરપોર્ટ (Airport) ખાતે તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યમંત્રી મનિષાબેન વકીલ તથા મેયર કેયુર રોકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી ડૉ શમશેર સિંઘ, કલેકટરશ્રી અતુલ ગોર દ્વારા પણ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

યાદ રહે કે અગાઉ કોવિંદજી જ્યારે બિહારના રાજ્યપાલ હતા ત્યારે સયાજી સ્મૃતિના એક કાર્યક્રમ નિમિત્તે વડોદરા આવ્યા હતા અને લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી.જો કે આજે વડોદરામાં તેમનો કોઈ કાર્યક્રમ નથી. રાષ્ટ્રપતિ વડોદરા એરપોર્ટથી કેવડિયા ખાતે અખિલ ભારતીય જજીસ કોન્ફરન્સમાં ભાગ લેવા હેલિકોપ્ટર મારફત રવાના થયા હતા.

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા રામનાથ કોવિંદ આજે કેવડિયા ખાતે જજીસ કોન્ફરન્સમાં ભાગ લીધા બાદ આવતી કાલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં મેળામાં ભાગ લેવા જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય ઉત્તરપૂર્વીય રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો પણ માધવપુર પહોંચવાના હોવાથી તેમને આવકારવા ઉપરાંત બહારથી આવનાર પ્રવાસીઓ અને ભક્તોને માધવપુરમાં આવકારવા અને લોકમેળો આનંદનો અવસર બને તે માટે ગુજરાત સરકારના સંબંધિત વિભાગો અને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર કવાયત કરી રહ્યું છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ઉત્તર-પુર્વના 8  જેટલા રાજ્યોમાથી કલાકારો, મહેમાનો મહાનુભાવો પણ મેળામા ઉપસ્થિત રહેશે

રામ નવમીના પાવન પર્વ પર માધવપુર માધવરાયજીના મંદિરે મંડપ રોપાય છે. અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્ર નોમ, દશમ તથા અગિયારશના રોજ ત્રણ દિવસ સુધી ભગવાનનુ ફૂલેકુ નીજ મંદિરથી નીકળે છે. જેને વર્ણાગી કહેવામામ આવે છે. આ ફૂલેકુ ત્રણ દિવસ સુધી રાત્રે ૯ કલાકે નીજ મંદિરથી નીકળી મુખ્ય બજાર થઇને બ્રમ્હ કુંડ થઇ રાત્રે 12  કલાકે નીજ મંદિરે પરત ફરે છે. ચૈત્રસુદ બારસે વિવાહ ઉત્સવ યોજાય છે. રુકમણીજી ઉત્તર ભારતના હતા. માટે આ પ્રસંગે ઉત્તર-પુર્વના 8  જેટલા રાજ્યોમાથી કલાકારો, મહેમાનો મહાનુભાવો પણ મેળામા ઉપસ્થિત રહેશે. પોરબંદર નજીક આવેલ કડછ ગામના લોકો વાજતે ગાજતે ધ્રજા લઇને લગ્નનુ  મામેરૂ પુરવા આવે છે.

આ પણ વાંચોઃ કોરોનાના વધુ એક વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી, મુંબઈથી વડોદરા આવેલા વ્યક્તિમાં XE વેરિયન્ટ જોવા મળ્યો

આ પણ વાંચોઃ ડોક્ટરોની હડતાળ સમેટાતાં હવે સોલા સિવિલમાં વર્ગ-3 ના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 12:27 pm, Sat, 9 April 22

Next Article