Vadodara : ગણેશોત્સવ ઉજવવા આયોજકો મક્કમ, 200થી વધારે ગણેશ મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો

|

Aug 30, 2021 | 10:40 AM

ગણેશ મંડળોના સંગઠનનું કહેવું છે કે, જો રાજકીય પાર્ટીની રેલી કાઢી શકે, તો ગણેશજીની શોભાયાત્રા કેમ નહીં ? ટીમ રિવોલ્યુલેશનની આગેવાનીમાં શહેરના 200થી વધારે ગણેશ મંડળની બેઠક મળી હતી.

Vadodara : શહેરમાં DJ સાથે રંગે ચંગે ગણેશ ઉત્સવની ઉજવણી કરવા માટે વડોદરાના આયોજકો મક્કમ છે. ગણેશ મંડળોના સંગઠનનું કહેવું છે કે, જો રાજકીય પાર્ટીની રેલી કાઢી શકે, તો ગણેશજીની શોભાયાત્રા કેમ નહીં ? ટીમ રિવોલ્યુલેશનની આગેવાનીમાં શહેરના 200થી વધારે ગણેશ મંડળની બેઠક મળી હતી.

જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે, તમામ ગણેશ મંડળનું એક મજબૂત સંગઠન બનાવવામાં આવશે. શહેરના તમામ નાના-મોટા તમામ ગણેશ મંડળો એક મોટા બેનર હેઠળ આવશે. તથા આ સંગઠનમાં કોઇ પણ રાજકીય પાર્ટીના સભ્ય કે હોદ્દેદારોને સ્થાન નહીં મળે, તેવો પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છેકે કોરોના મહામારીને પગલે ગત વરસે ગણેશોત્સવની રાજયભરમાં ઉજવણી થઇ શકી ન હતી. પરંતુ, આ વરસે કોરોના મહામારીમાં આંશિક રાહત મળતા ગણેશોત્સવની ઉજવણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. પરંતુ, ગણેશોત્સવને લઇને સરકારે કેટલીક ગાઇડલાઇન્સ બહાર પાડી છે. જેનો અમલ કરવો અનિવાર્ય રહેશે.

પરંતુ, વડોદરાના ગણેશોત્સવના આયોજકો આ વરસે ધામધૂમથી ઉજવણી કરવા ઇચ્છે છે. આયોજકોનું કહેવું છેકે રાજકીય નેતાઓ મોટામોટા મેળાવડા યોજી શકે છે તો અમે કેમ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી ન કરી શકીએ.

નોંધનીય છેકે કોરોનાની પહેલી લહેર બાદ અને બીજી લહેર બાદ છાશવારે રાજકીય નેતાઓએ અનેક કાર્યક્રમોમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાડયા છે. ત્યારે ગણેશ આયોજકો નેતાઓના રાજકીય મેળાવડાને લઇને સવાલો ઉઠાવી રહ્યાં છે. અને, ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાની માગ કરી રહ્યાં છે.

Next Video