Vadodara : બોગસ RT-PCR બનાવવાના કૌભાંડ મામલે એક વ્યક્તિની ધરપકડ

|

Jun 20, 2021 | 8:48 AM

Vadodara : કોરોનાનો કહેર વધતા આંતરરાજ્ય મુસાફરી માટે RT-PCR રિપોર્ટ ફરજીયાત બનાવવામાં આવ્યો હતો. જેનો ગેરલાભ લઈને, જરૂરીયાત અર્થે રાજ્ય બહાર જતા મુસાફરોને કોઈ પણ જાતના મેડિકલ ટેસ્ટ વગર, RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ આપવામાં આવતો હતો.

Vadodara : કોરોનાનો કહેર વધતા આંતરરાજ્ય મુસાફરી માટે RT-PCR રિપોર્ટ ફરજીયાત બનાવવામાં આવ્યો હતો. લોકોને  RT-PCR નેગેટિવ વગર પ્રવેશ મળતો ના હતો. રાજ્ય બહાર જતા મુસાફરોને કોઈ પણ મેડિકલ ટેસ્ટ વગર નેગેટિવ રિપોર્ટ આપવામાં આવતો હતો. આ બોગસ રિપોર્ટ બનાવવાના કૌભાંડનો વડોદરામાં પર્દાફાશ થયો છે.

ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક કુણાલ હરેશભાઇ પટેલ આ કૌભાંડ આચરતો હોવાનું ચોક્કસ બાતમી મળી હતી. વડોદરા SOGએ ચોક્કસ બાતમીના આધારે ઘરે રેડ પાડી હતી. તલાશી દરમિયાન ડુપ્લીકેટ રિપોર્ટ બનાવવા ઉપયોગમાં લેવામાં આવેલ ત્રણ મોબાઈલ અને કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. પેથોકેર લેબના માલિકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

 

તો બીજી તરફ કુણાલે અત્યાર સુધીમાં 30 નકલી રિપોર્ટ બનાવવાની કબૂલાત કરી હતી.આ સાથે જ આ નકલી RTPCR માટે 1 હજાર જેટલી રકમ વસૂલતો હતો. આરોપી એરોકેબ ટ્રાવેલ્સની ઓનલાઇન એજન્સી ચલાવે છે. આ ટ્રાવેલ્સ એજન્સી આંતરરાજ્ય માટે બુકીંગ કરે છે.

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા પણ ટ્રાવેલ્સ એજન્ટની બોગસ RTPCR મામલે ધરપકડ કરી હતી. આ એજન્ટ  મેડીકેલમ પાસ કરાવવા માટે આ કૌભાંડ આચરતો હોવાનું સામે આવ્યું હતું.

Next Video