Vadodara : VoIP Exchange નો ઉપયોગ કરીને ચલાવાતા હતા જાસૂસી નેટવર્ક, ATS એ કર્યો પર્દાફાશ

|

Jun 19, 2021 | 8:11 PM

આ આરોપીઓ ગેરકાયદેસર VoIP-Exchange નો ઉપયોગ કરવાનું એટલા માટે પસંદ કરે છે કે VoIP-Exchange થી કરવામાં આવતો કોલ ઓરીજીનલ આંતરરાષ્ટ્રીય નંબરનું કોઈ નિશાન છોડતા નથી.

Vadodara : ગુજરાત ATS અને વડોદરાની SOG એ ગેરકાયદેસર VoIP Exchange નો ઉપયોગ કરીને ચલાવાતા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ATS ગુજરાતને ઇનપુટ મળ્યા હતા કે પોસ્ટ પેઇડ PRI લાઇનનો ઉપયોગ કરી વડોદરાના વાસણા વિસ્તારમાં ગેરકાયદેસર VoIP Exchange ચલાવી ઇન્ટરનેશનલ કોલ રૂટીંગ કરવામાં આવી રહ્યું છે.

બાતમી મળતા એ.ટી.એસ.ના પો.ઇન્સ. એસ.એન. પરમાર તથા અધિકારીઓની એક ટીમ દ્વારા આ સ્થળે દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ATS ની ટીમે સિધ્ધાર્થ એક્સેલન્સ બીલ્ડીંગ વાસણા રોડ, વડોદરા ખાતે રેઇડ પાડતા જાણવા મળ્યું કે ત્યાં ગેરકાયદેસર VoIP-Exchange ચાલી રહ્યું છે. જ્યાં હાજર શહેજાદ મહંમદ રફીક મલેકની અટક કરી હતી.

શહેજાદની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અનીલ ભાયંદર વેસ્ટ થાણે દુકાનનો ભાડૂઆત છે તથા તે અને તેના સાગીરતો આમીર ઉર્ફે હારૂન અબ્દુલ માજીદ નાટવાની, ઇસાક સચીન ભેગા થઈ ઇન્ટરનેશનલ કોલ રૂટીંગ કરવા માટે કોમ્પયુટર તથા જીઓના વાઇફાઇ તથા રાઉટર ગોઠવી ગેરકાયદેસર VoIP-Exchange બનાવી, મહારાષ્ટ્રથી ઓપરેટ કરી રહ્યા છે.

આ આરોપીઓ ગેરકાયદેસર VoIP-Exchange નો ઉપયોગ કરવાનું એટલા માટે પસંદ કરે છે કે, VoIP-Exchange થી કરવામાં આવતો કોલ ઓરીજીનલ આંતરરાષ્ટ્રીય નંબરનું કોઈ નિશાન છોડતા નથી. જેથી કોઇને ખ્યાલ આવતો નથી કે કોલ ક્યાંથી થયેલ છે. આવી રીતે VoIP Exchange ચલાવવું ધ ઇન્ડીયન ટેલીગ્રાફ એક્ટ હેઠલ ગેરકાયદેસર છે. VoIP Exchange ચલાવવું રાષ્ટ્રના અર્થતંત્રને નુકશાન કરે જ છે સાથોસાથ રાષ્ટ્રની સુરક્ષા સામે પણ ખતરો ઉભો કરે છે.

આ બાબતની ગંભીરતા લઈ એ.ટી.એસ.ની ટીમ દ્વારા આરોપી શહેજાદ મહંમદ રફીક મલેકની અટક કરી હતી તથા આ ગુનામાં વપરાયેલ જીઓફાઇ રાઉટર, વાઇફાઇ રાઉટર, સીપીયુ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા. તથા વડોદરા શહેર પોલીસ ખાતે ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા તથા નાસતા ફરતા આરોપી પકડવા તજવીજ હાથ ધરેલ છે.

Next Video