VADODARA : ભરતસિંહ સોલંકી અને પત્ની રેશ્માબહેન વચ્ચે વિવાદ વધુ વકર્યો, નોટીસનો પત્નીએ જવાબ આપ્યો

|

Jul 14, 2021 | 9:39 PM

કોંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્માબહેન વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. ભરતસિંહ સોલંકીએ આપેલી જાહેર નોટીસનો પત્નીએ રેશ્માબહેને જવાબ આપ્યો છે.

VADODARA : કોંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્માબહેન વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. ભરતસિંહ સોલંકીએ આપેલી જાહેર નોટીસનો પત્નીએ રેશ્માબહેને જવાબ આપ્યો છે. છૂટાછેડા માટે દબાણ અને ધમકી આપતા હોવાનો ભરતસિંહ પર આક્ષેપ કર્યો છે. માનસિક દબાણ લાવવા ખોટી જાહેર નોટીસ આપી હોવાનો ભરતસિંહની પત્નીનો આક્ષેપ છે. ભરતસિંહની ખુબ સેવા કરી, પણ સાજા થયા બાદ વર્તન બદલાઇ ગયું હોવાનો રેશ્માબહેનનો આક્ષેપ છે. ભરતસિંહે જાહેર નોટીસમાં કરેલા આક્ષેપોને રેશ્માબહેને ફગાવ્યા છે. ભરતસિંહે તેમના પત્નીના નામે કોઇ નાણાકીય લેવડ દેવડ ન કરવાની નોટીસ આપી હતી. ભરતસિંહે જાહેર નોટીસમાં તેમના પત્ની અલગ રહી મનસ્વી વર્તન કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

 

Next Video