VADODARA : કાચબા બાદ બે મોટી માછલી પણ મૃત હાલતમાં મળી આવતા સુરસાગર તળાવની શુદ્ધતા સામે સવાલો ઉભા થયા

|

Jul 11, 2021 | 9:16 PM

સુરસાગર તળાવ (Sursagar lake)માંથી પહેલા કાચબા અને હવે માછલીઓ પણ મૃત મળતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સુરસાગર તળાવના ગેટ નંબર 6 અને 4 નજીક બે મોટી માછલી મૃત હાલતમાં મળી આવી છે.

VADODARA : વડોદરા શહેરના પ્રસિદ્ધ સુરસાગર તળાવ (Sursagar lake)માંથી એક બાદ એક જળચર જીવો મૃતહાલતમાં મળી આવતા સુરસાગર તળાવના પાણીની શુદ્ધતા સામે સવાલો ઉભા થયા છે. સુરસાગર તળાવના પાણીમાંથી થોડા દિવસ પહેલા કાચબો મૃત હાલતમાંથી મળી આવ્યા બાદ હવે બે મોટી માછલી પણ મૃત હાલતમાં મળી આવી છે. સુરસાગર તળાવના ગેટ નંબર 6 અને 4 નજીક બે મોટી માછલી મૃત હાલતમાં મળી આવી છે.

ગત તારીખ 8 જુલાઈના રોજ સુરસાગર તળાવના ગેટ નંબર 4 નજીક એક કાચબો મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુરસાગર તળાવના બ્યુટીફીકેશનનું કામ હાથ ધરાયું ત્યારે કાચબા સહીતના જળચર જીવોનું ધ્યાન રાખવામાં આવ્યું નહોતું જેના પરિણામે 3 મહિનામાં 8 કાચબા મૃત હાલતમાં મળ્યા હતા. અને હવે બે મોટી માછલીઓ મૃત મળતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

Next Video