VADODARA : સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજના બાળ રોગ ચિકિત્સા વિભાગને રાજ્યમાં શ્રેષ્ઠ બાળ ચિકિત્સા વિભાગનું સન્માન મળ્યું

|

Dec 19, 2021 | 9:09 PM

SSG HOSPITAL : મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજની ઉમદા આરોગ્ય સેવાઓ અને ઉત્તમ તબીબી શિક્ષણ માટે આગવી નામના છે.

VADODARA : સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજના બાળ રોગ ચિકિત્સા વિભાગને રાજ્યમાં શ્રેષ્ઠ બાળ ચિકિત્સા વિભાગનું સન્માન મળ્યું
The Department of Pediatrics of SSG Hospital

Follow us on

VADODARA : સુરત ખાતે ગુજપેડીકોન 2021 માં રાજ્યની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજીસના વિભાગમાં સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજના બાળ રોગ ચિકિત્સા વિભાગને શ્રેષ્ઠ બાળ ચિકિત્સા વિભાગનું સન્માન મળ્યું છે. ઉમદા કામગીરીની કદર રૂપે આ વિભાગને આ વર્ષે CSR હેઠળ અને ધારાસભ્ય અનુદાન હેઠળ રૂ.1.22 કરોડની કિંમતના બાળ સારવારને વધુ અસરકારક બનાવતા અદ્યતન ઉપકરણો મળ્યા છે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજની ઉમદા આરોગ્ય સેવાઓ અને ઉત્તમ તબીબી શિક્ષણ માટે આગવી નામના છે.અવાર નવાર તેના વિવિધ વિભાગોને ઉત્તમ સેવાઓ માટે બિરદાવવામાં આવે છે.બાળ સારવાર વિભાગે આ શ્રેણીમાં સયાજી હોસ્પિટલ પરિવારની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેર્યું છે.

હાલમાં સુરત ખાતે બાળ રોગ ચિકિત્સકોની રાજ્ય સંસ્થા એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ આયોજિત બાળ રોગ ચિકિત્સકોની રાજ્ય પરિષદ ગુજપેડીકોન-2021 ચાલી રહી છે. ગઈકાલે આ પરિષદમાં સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ સંલગ્ન બાળ ચિકિત્સા વિભાગને રાજ્યની સરકારી બાળ ચિકિત્સા સંસ્થાઓમાં શ્રેષ્ઠ વિભાગ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો જેનો સ્વીકાર વિભાગના વડા અને પ્રાધ્યાપક ડો.શીલા ઐયર અને ટીમે કર્યો હતો.આ સિદ્ધિ માટે સૌ એ તેમને અભિનંદન પાઠવ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ એવોર્ડથી સયાજી હોસ્પિટલ પરિવારનું ગૌરવ વધ્યું છે તેવી લાગણી વ્યક્ત કરતાં તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે,વિભાગના વડા ડો.શીલાબેને 70 સ્લાઈડ્સ ની મદદ થી આ પરિષદમાં બાળ ચિકિત્સા વિભાગની વ્યાપક અને બાળ આરોગ્ય રક્ષક કામગીરી નો અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે આ વિભાગના સૌ સમર્પિત તબીબો અને આરોગ્ય સેવકોની સેવાઓને બિરદાવી છે.

અમારો વિભાગ નવજાત શિશુ થી લઈને કિશોરાવસ્થા સુધીના બાળકોના આરોગ્યની સર્વાંગી કાળજી લે છે અને ઉત્તમ બાળ રોગ ચિકિત્સાનું શિક્ષણ આપવાનું કામ કરે છે તેવી લાગણી વ્યક્ત કરતાં ડો. શીલાબેને જણાવ્યું કે કોરોનાની લહેરો દરમિયાન અમે સંભવિત બાળ રોગીઓને સલામત સારવાર આપવાનો પ્રબંધ કર્યો હતો અને હાલમાં ઓમીક્રોનના જોખમને અનુલક્ષીને જરૂરી અલાયદિ વ્યવસ્થા કરી છે.

વિભાગની ઓપીડી નો દરરોજ 80 થી 100 બાળ દર્દીઓને લાભ મળે છે તેવી જાણકારી આપતાં તેમણે વધુમાં જણાવ્યું કે વિભાગમાં દરરોજ બાળ રસીકરણ અને પોષણ પરામર્શ ની સેવા આપવામાં આવે છે.નવજાત શિશુ સારસંભાળના ભાગરૂપે સોમવારે બપોરે 5 વર્ષથી ઓછી ઉંમરના શિશુઓ માટે વેલ બેબી ક્લિનિક તેમજ વિવિધ પ્રકારના બાળ રોગો માટે એપીલેપસી ક્લિનિક,નેફ્રોલોજી ક્લિનિક,અસ્થમા ક્લિનિક, એડોલ્સેન્ટ ફ્રેન્ડલી ક્લિનિક ચલાવવામાં આવે છે.

અમારા વિભાગ પાસે અદ્યતન એન.આઇ.સી.યુ/ પી.આઇ.સી.યુ સહિતની જરૂરી જીવન રક્ષક સુવિધાઓ છે.તેનો લાભ માત્ર વડોદરા શહેર અને જિલ્લો જ નહિ પરંતુ અન્ય જિલ્લાઓના અને પડોશી રાજ્યોના દૂર દૂરના જિલ્લાઓના બાળ દર્દીઓની સારવાર માટે લેવામાં આવી રહ્યો છે.

આ વિભાગ સંચાલિત હિમેટોલોજી કલીનિકમાં સિકલસેલ અને થેલેસેમિયા પીડિત બાળકોની સઘન સારવાર કરવામાં આવે છે.બાળ ચિકિત્સા વિભાગના પી.આઇ.સી.યુ.માં હિમોડાયાલિસિસ ની સુવિધા હોય તેવો રાજ્યની સરકારી હોસ્પિટલોમાં આ એકમાત્ર વિભાગ છે.જ્યારે અહીંના એન.આઇ.સી.યુ.(નવજાત શિશુ સઘન સારવાર એકમ) ને સ્ટેટ સેન્ટર ઓફ એકસેલન્સ નો દરજ્જો મળ્યો છે.

આ વિભાગની શ્રેષ્ઠ સારવારને અનુલક્ષીને પ્રતિષ્ઠિત નિગમિત એકમો સાધન સુવિધાની જરૂરિયાતો સંતોષવા આગળ આવી છે.તેના ભાગરૂપે ક્રોમ્પટન દ્વારા તાજેતરમાં રૂ.1 કરોડની કિંમતના અને ઈંડોથર્મ દ્વારા રૂ.12 લાખની કિંમતના અદ્યતન તબીબી ઉપકરણો સી.એસ.આર.હેઠળ આપવામાં આવ્યા છે જ્યારે ધારાસભ્યના અનુદાનમાંથી રૂ.10 લાખના સાધનો મળ્યાં છે જેના પગલે સારવારની અસરકારકતા વધશે.

નવજાત શિશુઓ માટે માતાનું ધાવણ અમૃત ગણાય છે.આ વિભાગ વિવિધ કારણોસર જે નવજાત શિશુઓ માતા ના દૂધ થી વંચિત રહે છે તેમના માટે mother’s own milk- mom નું સંચાલન કરે છે.આ વ્યવસ્થા હેઠળ જેમને પોતાના શિશુની જરૂરિયાત કરતાં વધુ ધાવણ આવે છે એવી માતાઓ પાસે થી સલામત રીતે માતાના દૂધનું સ્વેચ્છીક દાન મેળવી,વિવિધ ચકાસણી કરી,પેશ્યુરાઈઝ કરી વંચિત બાળકોને આપવામાં આવે છે.આ માતૃ દૂધ સેવા આ વિભાગને વિશિષ્ઠ બનાવે છે.

ડો. શીલાબેને જણાવ્યું કે અમારો વિભાગ એક ટીમ તરીકે કામ કરે છે એટલે જ અમે શ્રેષ્ઠ શિશુ સારવાર સેવાઓ આપી શકીએ છે તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે આ એવોર્ડ વિભાગના તમામ તબીબો,નર્સિંગ સિસ્ટરસ અને આરોગ્ય સેવકો ની સેવાઓ ને આભારી હોવાનું જણાવ્યું છે.

 

Next Article