VADODARA : સ્વીટી પટેલ- PIઅજય દેસાઈના કેસની તપાસ હવે ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કરશે, આજે ગાંધીનગર ખાતે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ થશે

|

Jul 19, 2021 | 9:41 AM

આજે 19 જુલાઈએ PI અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ગાંધીનગર(Gandhinagar) સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ (Narco test)થશે. આ અગાઉ તેનો પોલિગ્રાફિક ટેસ્ટ અને SDS ટેસ્ટ થઈ ચૂક્યા છે.

VADODARA : વડોદરા ગ્રામ્યના પી.આઈ અજય દેસાઈ ( PI Ajay Desai) ની પત્ની સ્વીટી પટેલ (Sweety Patel) ગુમ થવાના કેસની તપાસ રાજ્યના ગૃહવિભાગ દ્વારા વડોદરા પોલીસ પાસેથી આંચકી લેવામાં આવી છે. હવે ગુજરાત ATS (Gujarat ATS) અને અમદાવાદ ક્રાઈમબ્રાંચ (Ahmedabad Crime Branch)ને સંયુક્ત રીતે આ કેસની તપાસ સોંપવામાં આવી છે. વડોદરા શહેર પોલીસના શી ટિમ કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)એ જ આ જાહેરાત કરી છે.

ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તપાસ સોપાયા બાદ આજે 19 જુલાઈએ PI અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ગાંધીનગર (Gandhinagar)સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ (Narco test)થશે. આ અગાઉ તેનો પોલિગ્રાફિક ટેસ્ટ અને SDS ટેસ્ટ થઈ ચૂક્યા છે.

Next Video