બરોડા ડેરી વિવાદ : “કેતનભાઈને દુખે છે પેટ અને કૂટે છે માથું!” જાણો કોણે અને શા માટે આ નિવેદન આપ્યું

|

Sep 04, 2021 | 6:14 PM

Baroda dairy controversy : સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ચાલતા ગેરવહીવટના આક્ષેપો બાદ ડેરીના ડીરેક્ટર કુલદીપસિંહનું નિવેદન સામે આવ્યું છે.

VADODARA : બરોડા ડેરીનો વિવાદ વધુ વકર્યો અને દૂધના રાજકારણમાં ઉભરો આવ્યો છે. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ચાલતા ગેરવહીવટના આક્ષેપો બાદ ડેરીના ડીરેક્ટર કુલદીપસિંહનું નિવેદન સામે આવ્યું છે.બરોડા ડેરીના ડીરેક્ટર કુલદીપસિંહે કહ્યું કે આવનારી 2022ની વિધાનસભા ચૂંટણીની ઉમેદવારી માટે તેઓ છેલ્લા 3 મહિનાથી મહેનત કરી રહ્યાં છે. આમાં બરોડા ડેરીને એટલા માટે લાવવામાં આવી કે સત્તાધીશોને કહી કુલદીપસિંહને દબાવવામાં આવે અને તેઓ 2022ની ચૂંટણી ન લડે એ માટે આ કાવતરું થઇ રહ્યું છે.

કુલદીપસિંહે કહ્યું કે 2022 ની ચૂંટણી માટે તેઓ પાર્ટી પાસે ટીકીટ માંગશે અને જો પાર્ટી ટીકીટ નહી આપે તો સાવલીની જનતા કહેશે તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેમણે કહ્યું, “હું છેલ્લા 10 વર્ષથી કેતનભાઈ સાથે રહ્યો અને ભારતીય જનતાપાર્ટીનું કામ કર્યું, પણ છેલ્લા 3 મહિનાથી મેં દરેક ગામની મુલાકાત લેવાની ચાલું કરી, 10 વર્ષ સુધી તેમણે ભ્રષ્ટાચાર ન દેખાયો,પણ હું 2022 ની ચૂંટણી માટે ઉમેદવારી કરવા નીકળ્યો એટલે એમણે ભ્રષ્ટાચાર દેખાયો. ટૂંકમાં એમણે દુખે છે પેટ અને કૂટે છે માથું”

કુલદીપસિંહે કહ્યું કે આ સાવલી તાલુકાએ અનેક ધારાસભ્યો જીતાડ્યા અને ઘરે બેસાડી પણ દીધા.કેતનભાઈના મનમાં એવું છે કે તેમના સિવાય કોઈ ધારાસભ્ય ન થવું જોઈએ.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનની નવા પશ્ચિમ ઝોન ઓફિસમાં ડેપ્યુટી કમિશ્નર અને વોટર કમિટીના ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી

આ પણ વાંચો : સોલા સિવિલમાંથી ગુમ થયેલી બાળકીને શોધવામાં ત્રણ દિવસ બાદ પણ પોલીસને કોઇ નક્કર પગેરું ના મળ્યું

Next Video