VADODARA : બરોડા ડેરી ફરી વિવાદમાં, MLA કેતન ઇનામદારે સહકાર પ્રધાન ઇશ્વરસિંહને પત્ર લખી ગંભીર આરોપો લગાવ્યાં

|

Sep 03, 2021 | 9:38 PM

MLA KETAN INAMDARએ કુલ 13 મુદ્દાની ફરિયાદ સાથે રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહને પત્ર લખ્યો છે.પત્રમાં ડેરીના સત્તાધીશો પર સભાસદોને નફાની રકમ ન અપાતી હોવાનો આરોપ લગાવાયો છે.

VADODARA : શહેરની બરોડા ડેરીમાં ફરી એકવાર દૂધીયું રાજકારણ ગરમાયું છે અને આ વખતે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીના સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે. કેતન ઇનામદારે કુલ 13 મુદ્દાની ફરિયાદ સાથે રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહને પત્ર લખ્યો છે.પત્રમાં ડેરીના સત્તાધીશો પર સભાસદોને નફાની રકમ ન અપાતી હોવાનો આરોપ લગાવાયો છે. કેતન ઇનામદારે સીધો આરોપ કે હાલના સત્તાધીશો બરોડા ડેરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોમાં સભાસદોને એડવાન્સ પણ નહોતી અપાઇ, ત્યારે ડેરીના ગેરવહીવટને પગલે સભાસદોની આર્થિક સ્થિતિ કથળી હોવાનો આરોપ લાગ્યો છે.

તો બરોડા ડેરીમાં ચાલતા ગેરવહીવટ મુદ્દે નાયબ મુખ્યપ્રધાને મહત્વનું નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે જણાવ્યુ કે જો કોઇને પણ વાંધો કે પ્રશ્ન હોય તો સહકારી કાયદાનો ઉપયોગ કરી શકે છે અને ગેરવહીવટ મુદ્દે સવાલ પૂછવાનો દરેકને અધિકાર છે.નાયબ મુખ્યપ્રધાને પણ માન્યું કે ખોટું થતું હોય તો અટકાવવું જોઇએ..જો અમને ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશું.

મહત્વપૂર્ણ છે કે અગાઉ મધુ શ્રીવાસ્તવ પણ ડેરીના સંચાલન સામે સવાલો ઉઠાવી ચૂક્યા છે. ત્યારે આ વિવાદ હવે ક્યાં જઇને અટકે છે તે જોવું રહ્યું. વડોદરાના વાઘોડિયા તાલુકાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગત મહીને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે ડભોઇના કાર્યક્રમમાં ભાજપ શાસિત બરોડા ડેરીના શાસકો પર ગંભીર આક્ષેપો કરી સાતમી વાર પણ ધારાસભ્ય બનવાનો દાવો કર્યો હતો. તેમણે મીડિયા સમક્ષ બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કરી કહ્યું હતું કે, ડેરીના શાસકો પોતાનું ઘર ભરી રહ્યા છે. ડેરીના સભ્યોને ભરણા આપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : AHMEDABAD : સોલા સિવિલમાંથી 1 દિવસની બાળકીના અપહરણના 24 કલાક બાદ પણ કોઈ ભાળ નહીં

Next Video