VADODARA : પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખે કહ્યું શહેરમાં હાલ સ્કૂલો ખોલવા માટેનો યોગ્ય સમય નથી

|

Jul 21, 2021 | 2:43 PM

ICMR ના DG ડો.બાલારામ ભાર્ગવે તાજેતરના જ નેશનલ સિરો સર્વેના આધારે નિવેદન આપ્યું કે હવે સ્કૂલો ખોલવી જોઈએ,કેમકે બાળકોમાં પણ વયસ્કો જેટલી જ એન્ટીબોડી બની ચુકી છે. આ અગાઉ AIMMS ના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ પણ સ્કૂલો ખોલવા અંગે નિવેદન આપ્યું હતું.

VADODARA : કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી છે અને દેશના અનેક રાજ્યોમાં સ્કૂલો ખોલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન ICMR ના DG ડો.બાલારામ ભાર્ગવે તાજેતરના જ નેશનલ સિરો સર્વેના આધારે નિવેદન આપ્યું કે હવે સ્કૂલો ખોલવી જોઈએ,કેમકે બાળકોમાં પણ વયસ્કો જેટલી જ એન્ટીબોડી બની ચુકી છે. આ અગાઉ AIMMS ના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ પણ સ્કૂલો ખોલવા અંગે નિવેદન આપ્યું હતું. પણ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ એડવોકેટ કિશોર પિલ્લાઈએ કહ્યું કે વડોદરામાં હાલ શાળાઓ શરૂ કરવા માટે યોગ્ય સમય નથી. તેમણે એમ પણ કહ્યું કે એઈમ્સના ડાયરેકટર ગુલેરિયાએ આવા વિષયે જાહેરમાં નિવેદન આપવું જોઈએ નહીં તેમજ નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ.

Published On - 2:38 pm, Wed, 21 July 21

Next Video