VADODARA : SSG હોસ્પિટલની સરકારી માયક્રોબાયોલોજી લેબમાં 3 લાખથી વધુ RTPCR ટેસ્ટ થયા

|

Dec 21, 2021 | 4:39 PM

સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે તો આ લેબ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી લેબ છે.અત્રે માત્ર કોવિડ નહિ પણ અન્ય ઘણાં રોગોના નિદાન માટે લેવામાં આવતા નમૂનાઓનું સચોટ પરીક્ષણ કરીને અહેવાલ આપવામાં આવે છે.

VADODARA : SSG હોસ્પિટલની  સરકારી માયક્રોબાયોલોજી લેબમાં 3 લાખથી વધુ RTPCR ટેસ્ટ થયા
More than 3 lakh RTPCR tests were performed in the Government Microbiology Lab of SSG Hospital

Follow us on

VADODARA : વડોદરામાં આવેલી SSG સિવિલ હોસ્પિટલની સરકારી માયક્રોબાયોલોજી લેબમાં 23 માર્ચ 2020 થી 20 ડીસેમ્બર 2021 સુધીમાં કોરોના વાયરસના 3 લાખથી વધુ RTPCR ટેસ્ટ કરવામાં આવ્યાં છે. હાલમાં દૈનિક સરેરાશ 350થી વધુ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે આવી રહ્યાં છે. આ લેબના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ 23મી માર્ચ 2020 થી અવિરત કર્મયોગ થાક્યા વગર કરી રહ્યાં છે.

તેમનું કામ વિવિધ આરોગ્ય સંસ્થાઓમાં રોજેરોજ લેવામાં આવતા RTPCR ટેસ્ટ્સના સેમ્પલ ચકાસીને પોઝિટિવ કે નેગેટિવની પુષ્ટિ કરવાનું છે.આ કામ ખૂબ જ સચોટ રીતે થવું જરૂરી છે કારણ કે તેમણે આપેલા પરિણામને આધારે જ સદીની કદાચ સૌથી ભયાનક મહામારી કોવિડનો ચેપ સંબંધિત વ્યક્તિને લાગ્યો છે કે નથી લાગ્યો તે નક્કી થાય છે અને ચેપ લાગ્યો હોય તો નિર્ધારિત સારવારની શરૂઆત ટેસ્ટના પરિણામને આધારે જ શરૂ થાય છે.

અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ લેબ
સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે તો આ લેબ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી લેબ છે.અત્રે માત્ર કોવિડ નહિ પણ અન્ય ઘણાં રોગોના નિદાન માટે લેવામાં આવતા નમૂનાઓનું સચોટ પરીક્ષણ કરીને અહેવાલ આપવામાં આવે છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

આ લેબ માયક્રોબાયોલોજી વિભાગ દ્વારા સંચાલિત છે જેનું નેતૃત્વ બરોડા મેડિકલ કોલેજના ડીન અને આ વિભાગના વડા પ્રાધ્યાપક ડો.તનુજા જાવડેકર કરી રહ્યાં છે. અહીં રાજ્ય સરકારે સચોટ પરીક્ષણ માટે જરૂરી અદ્યતન પરંતુ સ્ટેટ ઓફ આર્ટ કહી શકાય ઉપકરણો અને સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી છે.

23 માર્ચ 2020 થી સેમ્પલ લેવાનું શરૂ થયું
તા.23મી માર્ચ,2020 ના રોજ કોવિડ સેમ્પલના પરીક્ષણની અગત્યની સુવિધા આ લેબમાં શરૂ થઈ તેવી જાણકારી આપતાં કોવિડ સારવારના નોડલ વહીવટી અધિકારી અને સહ પ્રાધ્યાપક ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે તા.20 મી ડિસેમ્બરના રોજ અત્રે કરવામાં આવેલા કોવિડ સેમ્પલ પરીક્ષણનો આંકડો 3 લાખને વટાવી ગયો છે.સચોટ આંકડો આપીએ તો અહીં ઉપરોક્ત સમયગાળા દરમિયાન 3,01,868 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

હાલ દૈનિક 350થી વધુ સેમ્પલની ચકાસણી
તેમણે જણાવ્યું કે હાલમાં સયાજી હોસ્પિટલની કોવિડ ઓપીડીમાં RTPCR અને રેપિડ બંને પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અહીં થતાં ટેસ્ટના અને અન્ય સરકારી આરોગ્ય સંસ્થાઓમાં કરવામાં આવેલા ટેસ્ટના નમૂના પરીક્ષણ માટે આ લેબમાં મોકલવામાં આવે છે.હાલમાં દૈનિક સરેરાશ 350થી વધુ નમૂનાઓની ચકાસણી અત્રે થઈ રહી છે.આનંદની વાત છે કે તા.3જી ડીસેમ્બર પછી ચકાસેલા તમામ નમૂના નેગેટિવ જણાયા છે. આ પૈકી તા.14 થી 18 ડીસેમ્બર દરમિયાન આ લેબમાં સરેરાશ 800થી વધુ કોરોના ટેસ્ટના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેની નોંધ લેવી ઘટે.

ક્યાંથી ક્યાંથી આવે છે સેમ્પલ ?
સયાજી હોસ્પિટલ ની કોવિડ ઓપીડીમાં કોરોના પરીક્ષણ માટે રેપિડ અને RTPCR ટેસ્ટ કરવામાં આવે છે.ત્યાંથી RTPCR ટેસ્ટ સેમ્પલ પરીક્ષણ માટે આ લેબમાં આવે છે.આ ઉપરાંત વડોદરાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,જિલ્લાના ગ્રામીણ સરકારી દવાખાના,શહેરની ઈ.એસ.આઇ,ચેપીરોગ અને જમનાબાઈ જેવી હોસ્પિટલો તેમજ છોટાઉદેપુર જેવા જિલ્લા જ્યાં આ પ્રકારની લેબની સુવિધા નથી ત્યાં લેવામાં આવતા RTPCR કોરોના સેમ્પલ પરીક્ષણ માટે આ લેબમાં આવે છે.

છેલ્લા 20 દિવસમાં આ લેબમાં 11,738 RTPCR સેમ્પલ ચકાસવામાં આવ્યાં : તમામનો નેગેટિવ રિપોર્ટ મળ્યો
સયાજી હોસ્પિટલના કોરોના સારવાર વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.એ જણાવ્યું કે તા. 1લી ડીસેમ્બર થી 20મી ડીસેમ્બર સુધીમાં સયાજી હોસ્પિટલની માયક્રોબાયોલોજી લેબમાં કુલ 11,738 RTPCR ટેસ્ટ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું.સદભાગ્યે આ તમામ કોરોના નેગેટિવ જણાયા છે.

તેમણે જણાવ્યું કે તા.23મી માર્ચ,2020 ના રોજ પાદરા તાલુકાના રણું ગામના અમરતબેનને સયાજીમાં રિફર કરવામાં આવ્યા જેમનો પ્રથમ RTPCR ટેસ્ટ કરીને સેમ્પલનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે સદભાગ્યે નેગેટિવ હતું. કોવિડ-19 માટેની ICMR સ્ક્રીનીંગ ટેસ્ટ કીટ દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક ભરતીને લઇને વિવાદ, હાઇકોર્ટે માહિતી વિભાગની વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પર સ્ટે મૂક્યો

 

Next Article