VADODARA : મહિલા સુરક્ષા સમિતિના ચેરમેનનું મોટું નિવેદન, “દુષ્કર્મના દોષિતોને જાહેરમાં ગોળી મારો”

|

Nov 29, 2021 | 5:33 PM

મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન શોભના રાવલે કહ્યું કે આ સંસ્થાની સામે પગલા ભરવા જોઈએ અને ઊંડી કાર્યવાહી કરવી જોઈએ.

VADODARA : વડોદરા દુષ્કર્મ અને આપધાત કેસમાં મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન શોભના રાવલે તપાસ અધિકારીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પહેલા તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે યુવતીની માતાએ સ્પષ્ટ રીતે કહ્યું કે આમાં સંસ્થા સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી?તેમણે કહ્યું કે જોઈ કોઈ સામાન્ય ગરીબ માણસે દુષ્કર્મ કર્યું હોય તો તરત જ પકડી લેવામાં આવે છે. સંસ્થાના વ્યક્તિઓ મોટા લોકો છે. શું તેઓ વગદાર છે એટલે એમના સામે કાર્યવાહી નથી થતી? મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન શોભના રાવલે કહ્યું કે આ સંસ્થાની સામે પગલા ભરવા જોઈએ અને ઊંડી કાર્યવાહી કરવી જોઈએ.

દુષ્કર્મની ઘટનાઓને લઈને મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન શોભના રાવલે મોટું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, દુષ્કર્મના દોષિતોને જાહેરમાં ગોળી મારી દેવી જોઈએ.જો 3-4 દુષ્કર્મીઓને આવી રીતે જાહેરમાં ગોળી મારવામાં આવશે તો આગામી સમયમાં કોઈ પણ વ્યક્તિ દુષ્કર્મ કરતા ડરશે.

તેમણે કહ્યું કે બળાત્કારના કેસમાં ભોગ બનનાર યુવતી જીવિત હોય કે તેનું મૃત્યુ થયું હોય, પણ આરોપીને જાહેરમ ગોળી મારો તો જ તેને ખબર પડે કે વેદના કેવી થાય છે. તેમણે કહ્યું કે આ બળાત્કાર છોકરી સાથે જ તેના માતાપિતા અને ગુજરાતના સમાજ પર થાય છે.

વડોદરા દુષ્કર્મ અને આપધાત કેસમાં તપાસ સામે સવાલો ઉઠ્યા છે. છેલ્લા ઘણા દિવસથી પોલીસ તપાસ કરી રહી છે, પણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી નથી.

આ પણ વાંચો : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે લોકસભા અધ્યક્ષને PM MODI અંગે લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો :જલ્દી જ આવશે બાળકોની વેક્સિનેશનની યોજના, કોરોના ટાસ્ક ફોર્સના અધ્યક્ષે કહ્યું, બૂસ્ટર ડોઝની નીતિ 2 અઠવાડિયામાં થશે જાહેર

Next Video