Vadodara : ડભોઈની નદીના પટમાંથી રેતી ચોરીના વિડીયો સામે આવ્યો, 60 લાખનો મુદ્દામાલ જપ્ત

|

Jul 14, 2021 | 11:33 AM

ડભોઈની નદીના પટમાંથી રેતી ચોરીના વિડીયો સામે આવ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા બે હિટાચી મશીન અને 6 ટ્રકો સહીત 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Vadodara : અવારનવાર ડભોઇ નદીના પટમાંથી રેતી ચોરીના (sand mining ) અવાર-નવાર બનાવ સામે આવતા હોય છે. હાલમાં જ વધુ એક રેતી ચોરીનો વિડીયો સામે આવ્યો  છે.
ખાણ ખનીજ વિભાગની ટીમે ખાનગી રીતે, છુપાઈને રેતી માફિયાઓની કરતૂતો કેમેરામાં કેદ કરી છે. જીવન જોખમે ખાણ ખનીજ વિભાગનો સ્ટાફ નદીના પટમાં ફરીને રેતી ચોરીના પુરાવા એકત્ર કર્યા છે.
ડભોઇ તાલુકા ના ભીમપુરા ગામે ચાલતા રેતીના ગેરકાયદેસર ખનન અને પરિવહનને વડોદરા ખાનખાણીજ વિભાગ દ્વારા ઝડપી પાડ્યું છે. ડભોઇ તાલુકાના કારનેટ ઝવેરપુરા ગામે ઓરસંગ નદીના પટમાંથી ખનીજ ચોરો દ્વારા લાંબા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરવામાં આવતી હતી.

 

ખાણ ખનીજ વિભાગ દ્વારા બે હિતાચી મશીન અને 6 ટ્રકો સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ભીમપુરાના વિજય પાટણવાડિયા અને જગદીશ પરાગભાઈ નામના બે વ્યક્તિના નામ ખુલ્યા છે. બંને વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Published On - 11:30 am, Wed, 14 July 21

Next Video