Vadodara: આજવા રોડ વિસ્તારમાં મમતાને લજવતો કિસ્સો, પ્રેમીને પામવા સગી માતાએ પુત્રીને ચપ્પુના 20 ઘા ઝીંક્યા

માતાને એક યુવક સાથે ઓનલાઇન પરિચય થતાં મૈત્રી સંબંધ કેળવાયો હતો, જે અંગે 13 વર્ષિય પુત્રીને જાણ થતાં ઝઘડા થતા અને પુત્રી પણ માતાના પ્રેમીની નજીક આવી હોવાનું જણાતાં અવારનવાર ઝઘડા થતાં હતા.

Vadodara: આજવા રોડ વિસ્તારમાં મમતાને લજવતો કિસ્સો, પ્રેમીને પામવા સગી માતાએ પુત્રીને ચપ્પુના 20 ઘા ઝીંક્યા
Sayaji Hospital
| Edited By: | Updated on: Jun 15, 2022 | 11:42 AM

વડોદરા (Vadodara) ના આજવા રોડ વિસ્તારમાં મમતાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજવા રોડ પર સગી માતા (mother) એ જ પોતાની દીકરી (daughter) પર જીવલેણ હુમલો કર્યો છે. 13 વર્ષની દીકરીને માતાએ 20થી વધુ ચપ્પાના ઘા મારી લોહીલુહાણ કરી નાંખી હતી. પ્રેમીને પામવા દીકરી પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ 2013માં માતાએ છૂટાછેડા લેતાં માતા-પુત્રી આજવા રોડ પર રહેતા હતા અને ઓનલાઇન વ્યવસાય દ્વારા જીવન ચલાવતાં હતાં. દરમિયાન બે વર્ષ અગાઉ માતાને એક યુવક સાથે ઓનલાઇન પરિચય થતાં મૈત્રી સંબંધ કેળવાયો હતો, જે અંગે 13 વર્ષિય પુત્રીને જાણ થતાં ઝઘડા થતા હતા. એટલું જ નહીં પુત્રી પણ માતાના પ્રેમીની નજીક આવી હોવાનું જણાતાં અવારનવાર ઝઘડા થતાં હતા. મંગળવારે બપોરે ફરી ઝઘડો થતાં માતાએ પુત્રી પર ચપ્પુના 20 ઘા ઝીંક્યા હતા, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સમા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વડોદરાના આજવારોડ વિસ્તારમાં રહેતી મહિલાના 2013માં છૂટાછેડા થયા હતા. તેને એક પુત્રી છે. માતા- પુત્રી સાથે તે રહેતી હતી. બે વર્ષ પહેલા મહિલાનો સોશિયલ મીડિયા મારફતે એક યુવક સાથે પરિચય થયો હતો. થોડા સમય પહેલા આ મહિલા પુત્રીને સાથે લઈને પોતાના પ્રેમી સાથે રાજસ્થાન ફરવા ગઇ હતી. દરમિયાન તેની માતાને શંકા ગઇ હતી કે, પુત્રીને પણ આ યુવક સાથે સંબંધ છે. ત્યાર બાદ આ બાબતે અવાર-નવાર માતા પુત્રી વચ્ચે તકરાર થતી હતી.

છેલ્લા અઢી મહિનાથી માતા-પુત્રી વચ્ચે ઘરકામ બાબતે પણ ઝઘડા થતા હતા. આજે ફરી માતાને પુત્રી સાથે ઘરકામ બાબતે ઝઘડો થયો હતો. માતા શાક સમારતી હતી ત્યારે જ ઝઘડો થતાં તે ઉશ્કેરાઇ ગઇ હતી અને પુત્રી પર ચાકૂના ઉપરાછાપરી 20 ઘા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ ખુદ મહિલાએ જાતે જ એમ્બ્યુલન્સ બોલાવીને પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે મહિલાનો પ્રેમી મૂળ હાલોલનો છે અને અત્યારે દુબઇ રહે છે. મહિલાને લગ્નજિવલ દરમિયાન એક પુત્ર પણ જનમ્યો હતો જે અત્યારે તેના પિતા સાથે રહે છે. પોલીસે મહિલાના પુત્રને આ બનાવ અંગે જાણ કરી હતી.

Published On - 11:39 am, Wed, 15 June 22