Breaking News : વડોદરામાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે હર્ષ સંધવીનું નિવેદન તોફાની તત્વો સામે થશે કાર્યવાહી, જુઓ Video

હર્ષ સંધવીએ જણાવ્યું કે શોભાયાત્રા પર પથ્થરમારો એ ગંભીર બાબત છે. જે લોકોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો છે તેવા તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

| Updated on: Apr 04, 2023 | 10:21 AM

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પર થયેલા પથ્થરમારાના મામલે હર્ષ સંધવીએ નિવેદન આપ્યું છે. હર્ષ સંધવીએ જણાવ્યું કે શોભાયાત્રા પર પથ્થરમારો એ ગંભીર બાબત છે. જે લોકોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો છે તેવા તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે અપરાધી વડોદરા બહાર ભાગેલા આરોપીઓને પણ શોધીને પગલા લેવામાં આવશે.

આ પણ વાંચો : Breaking News : વડોદરામાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે હર્ષ સંધવીનું નિવેદન તોફાની તત્વો સામે થશે કાર્યવાહી, જુઓ Video

વડોદરામાં બીજીવાર પથ્થરમારો

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસે મોરચો સંભાળ્યો હતો. વડોદરામાં રામ નવમીની વઘુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જેમાં ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસના કાફલાએ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. જો કે ઘટનાને પગલે તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી હતી.

24 કલાકમાં ઘટનાનો અહેવાલ રજૂ કરવા ગૃહ વિભાગને આદેશ

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મોડી રાત સુધી બેઠકોનો દૌર ચાલ્યો હતો. સમગ્ર ઘટનાનો 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા માટે ગૃહ વિભાગને આદેશ કરાયો હતો અને જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલા લેવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો હતો. ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશનર સાથે વાત કરી હતી અને સ્થિતિને કડક હાથે કાબુમાં લેવા સૂચના આપી હતી. પથ્થરમારો કરનારા ઈસમો સામે કડક હાથે પગલા લેવા પણ આદેશ કર્યો હતો.

પથ્થરમારો અને ઘર્ષણ મામલે SITની રચના

પોલીસ કમિશનર, DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરી છે. જેમાં ACP ક્રાઇમ, ACP G ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને સીટી પોલીસ મથકના પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. એસઆઇટીની રચના ઘટનાની ઉંડાણ પૂર્વક સચોટ તપાસ થાય અને બાકીના આરોપી પર ઝડપી કડક કાર્યવાહીના હેતુથી કરાઇ છે. મહત્વનું છે કે શોભાયાત્રામાં અલગ અલગ બે સ્થળે પથ્થરમારાની ઘટના સામે આવી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 9:40 am, Tue, 4 April 23