
રાજ્યમાંથી વારંવાર ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ બની રહી છે જેના પગલે વડોદરામાંથી 81 ગ્રામ ડ્રગ્સ સાથે મુંબઈની મહિલા અને બીચ્છું ગેંગના સાગરીત ઝડપાયા છે. મેફેડ્રોન ડ્રગ્સ સાથે વડોદરા SOGએ 4 આરોપીને ઝડપી પાડ્યા છે. આ સાથે મુંબઇ વડોદરાના અન્ય એક-એક આરોપીને પણ ઝડપી પાડ્યા છે. આ સાથે તેમની પાસેથી રૂ. 8.10 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ 12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ચારેય આરોપીએની પૂછપરછ કરીને તેઓ કોનીપાસેથી માલ મેળવતા હતા અને મુખ્ય સપ્લાયર કોણ છે તે અંગેની માહિતી માળવાનાની તજવીજ હાથ ધરી છે. વડોદરા પોલીસે કરેલી પ્રાથમિક પુછપરછમાં મધ્ય પ્રદેશના સપ્લાયર લાલુનો હાથ હોવાનું જાણવા મળ્યું છે જેના આધારે મધ્ય પ્રદેશના રતલામ ખાતેના લાલુ નામના ડ્રગ્સ સપ્લાયર ઇસમને વોન્ટેડ જાહેર કરી વડોદરા SOGની ટિમ દ્વારા મધ્ય પ્રદેશના સપ્લાયર લાલુની તપાસ માટે મધ્ય પ્રદેશ ટિમ મોકલવામાં આવશે.
વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં પડીકી ડ્રગ્સના દુષણનું નેટવર્ક પાથર્યું હોવાની પોલીસને શંકા છે. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી દરમ્યાન પોલીસથી બચવા મહિલાઓ અને યુવતીઓનો વ્યાપક દુરુપયોગ થતો હોવાની પણ પોલીસને આશંકા છે, જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે અને આ સમગ્ર નેટવર્કને તોડી પાડવાની કવાયત પણ શરૂ કરી છે.
Published On - 2:54 pm, Tue, 14 June 22