Vadodara: હરિધામ સોખડામાં 9મી મેના રોજ સમાધાન બેઠક થશે પણ મધ્યસ્થીના નામ માટે થયો વિવાદ

|

May 02, 2022 | 5:16 PM

પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલ દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી છે કે મધ્યસ્થીઓમાં ત્યાગવલ્લભ સ્વામીને રાખવામા આવે. જોકે ત્યાગવલ્લભ સ્વામીને બેઠકમાં હાજર રાખવા સામે પ્રબોધસ્વામીના વકીલે વાંધો ઉઠવ્યો છે.

Vadodara: હરિધામ સોખડામાં 9મી મેના રોજ સમાધાન બેઠક થશે પણ મધ્યસ્થીના નામ માટે થયો વિવાદ
Haridham Sokhada case

Follow us on

સોખડા સ્વામિનારાયણ મંદિર ગાદી વિવાદ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાઈકોર્ટની મધ્યસ્થી બાદ પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથે બંને પક્ષો સમાધાન માટે તૈયાર થઈ ગયા હતા પણ સમાધાન માટેની બેઠકમાં કોણ કોણ હાજર રહેશે તે બાબતે વિવાદ થતાં સમાધાનનો મામલો ગુંચવાયો છે. પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલ દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી છે કે મધ્યસ્થીઓમાં ત્યાગવલ્લભ સ્વામીને રાખવામા આવે. જોકે ત્યાગવલ્લભ સ્વામીને બેઠકમાં હાજર રાખવા સામે પ્રબોધસ્વામીના વકીલે વાંધો ઉઠવ્યો છે. ખંડપીઠે બંને પક્ષના વકીલોને નિવૃત્ત જજના નામ મીડીએટર બતરીકે સૂચવ્યા છે. બન્ને પક્ષના વકીલો સૂચવેલ નિવૃત્ત જજ સાથે ચર્ચા કરી નામ નક્કી કરશે.

આ આગાઉ સોખડા વિવાદ મામલે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલની રજૂઆત હતી કે તેઓ સમાધાન માટે તૈયાર છે, જ્યારે પ્રબોધ સ્વામીના વકીલની રજૂઆત કે બેઠકમાં માત્ર 4 લોકો હાજર રહેશે. પ્રેમ સ્વરૂપ સ્વામી, પ્રબોધ સ્વામી અને બંનેના વકીલ હાજર રહેશે. કોર્ટ એક તટસ્થ વ્યક્તિ જે મીડિયેટર તરીકે મીટિંગમાં હાજર રહે. બંને પક્ષના વકીલની રજૂઆત હતી કે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના નિવૃત જ્જ પણ હાજર રહે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટની મધ્યસ્થતા બાદ આખરે પ્રબોધ સ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામી સમાધાનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. બંને સંતો અને પક્ષો વચ્ચે આગામી તારીખ 9મી મેના રોજ એક મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં બંને પક્ષોના વકીલો પણ હાજર રહેશે અને સમાધાનની ફોર્મ્યુલા પર ચર્ચા કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમાધાનની પ્રથમ બેઠક જો સફળ રહી તો હાઇકોર્ટના નિવૃત જજ એસ.એસ.શાહ સમાધાન પ્રક્રિયાને આગળ વધારશે. હાઇકોર્ટે આજની સુનાવણીમાં મધ્યસ્થીનો રિપોર્ટ 13મી જુન સુધી આપી દેવા આદેશ કર્યો છે. અને હવે 13મી જૂને સોખડા ગાદી વિવાદ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત હાઇકોર્ટના મધ્યસ્થી કેન્દ્રમાં બંને પક્ષકારો વચ્ચે બેઠક મળશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બીજી બાજુ વડોદરામાં ગુણાતીત ચરણ સ્વામીના મોત મુદ્દે તપાસનો ધમધમાટ વધુ તેજ બનાવાયો છે.પોલીસે વધુ 6 સ્વામીઓની પૂછપરછ કરી તેમના નિવેદન નોંધ્યા છે. હાલ ગુણાતીત ચરણ સ્વામીના રૂમની આસપાસ રહેતાં સ્વામીની પૂછપરછ કરાઈ હતી. જેમાં પૂછપરછ દરમિયાન તમામ સ્વામીઓએ એક જ જવાબ આપ્યો હતો કે, સવારે સ્વામીઓના વ્હોટ્સએપ ગૃપમાં મેસેજ આવ્યો ત્યારે તેમને સ્વામીના મોત અંગે જાણ થઈ હતી. સ્વામીઓને ગુણાતીત ચરણ સ્વામીનું મોત કેવી રીતે થયું ? મોતની જાણ કેવી રીતે થઈ ? કેટલા વાગે થઈ તે અંગે પ્રશ્ન પુછવામાં આવ્યા હતા.

Next Article