Namo@71 : Vadodara માં પીએમ મોદીના જન્મદિને દોરેલી 71 ફૂટ લાંબી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની

|

Sep 17, 2021 | 2:14 PM

વડોદરા શહેરમાં પણ પીએમ મોદીના 71માં જન્મદિને 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી બનાવવામાં આવી છે. જે હાલ  તો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ગુજરાતમાં(Gujarat)પીએમ મોદીના(PM Modi)જન્મ દિવસની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરમાં સવારથી લોકો અને સંસ્થાઓ વિવિધ કાર્યક્રમના માધ્યમથી પીએમ મોદીના જન્મદિનને ઉજવી રહ્યા છે. ત્યારે વડોદરા(Vadodara)શહેરમાં પણ પીએમ મોદીના 71માં જન્મદિને 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી બનાવવામાં આવી છે. જે હાલ  તો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વડોદરાના પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ભાજપ નેતા અને પૂર્વ મેયર ભરત ડાંગરે સેન્ટર સ્ક્વેર મોલમાં નરેન્દ્ર મોદીની 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી દોરી છે. તેમજ તેની સાથે 182 ફૂટ લાંબી અને 971 કિલોની કેક પણ બનાવી છે.

જેમાં નરેન્દ્ર મોદી સરકારની વિવિધ યોજનાઓ દર્શાવવામાં આવી છે. તેમજ આ કેકને દિવ્યાંગોના હસ્તે કાપવામાં આવશે. તેમજ આ રંગોળીને નિહાળવા માટે ભાજપના અનેક નેતાઓ આવે તેવી શક્યતા પણ છે.

ગુજરાતના અલગ અલગ  જિલ્લાઓ અને શહેરમાં  પીએમ મોદીના 71મા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યમાં પણ મેગા કોરોના રસીકરણ ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યો છે.

સદીના મહાનાયક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મ દિવસ છે. નરેન્દ્ર મોદીના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે ભાજપે દેશભરમાં જોરદાર આયોજન કર્યું છે.સેવા અને સમર્પણની ભાવના હેઠળ ભાજપે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

આ પણ વાંચો : Good News : અમદાવાદમાં ગ્રીન કવર વધશે, કોર્પોરેશનનો વૃક્ષારોપણનો 75 ટકા લક્ષ્યાંક પૂર્ણ

આ પણ  વાંચો: Ahmedabad : સીએમ ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરી પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી

Published On - 2:08 pm, Fri, 17 September 21

Next Video