Vadodara: SSGની હંગામી ઉભી કરેલી હોસ્પિટલમાં ઓક્સિજન લિકેજથી દોડધામ, દર્દીઓને બીજા રૂમમાં શિફ્ટ કરાયા

|

May 12, 2021 | 8:11 AM

Vadodara: વડોદરાની SSG હોસ્પિટલમાં ઓક્સિજન લિકેજની ઘટના બાદ તંત્રનાં હ્રદયનાં ધબકારા વધી ગયા હતા, જો કે સમયસરની કામગીરી અને લિકેજ સામાન્ય હોવાને લઈ તેના પર ઝડપથી કાબુ મેળવી લેવાયો હતો. 

Vadodara: વડોદરાની SSG હોસ્પિટલમાં ઓક્સિજન લિકેજની ઘટના બાદ તંત્રનાં હ્રદયનાં ધબકારા વધી ગયા હતા, જો કે સમયસરની કામગીરી અને લિકેજ સામાન્ય હોવાને લઈ તેના પર ઝડપથી કાબુ મેળવી લેવાયો હતો.  SSGની એક્સ્ટનશન હંગામી હોસ્પિટલમાં ઓક્સિજન લિકેજની ઘટના બની હતી.

સમરસ કોવિડ સેન્ટરમાં સામાન્ય લિકેજની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. ત્રીજા માળે એક રૂમમાં ઓક્સિજન લિકેજની ઘટના ઘટી હતી જે બાદ તાત્કાલિક અસરથી લિકેજ બંધ કરી લાઈન રિપેર કરવામાં આવી અને જે રૂમમાં લિકેજ હતું, ત્યાંથી દર્દીઓને અન્ય રૂમમાં લઇ જવાયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી દીધી હતી. OSD ડૉ.વિનોદ રાવ સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

Next Video