Vadodara : પાણી-પૂરી કે દારૂ-પૂરી ? જુઓ નેતાજીની અનોખી મહેફિલ, જુઓ વાયરલ વિડીયો

|

Mar 04, 2021 | 6:27 PM

Vadodara Pani Puri Video : નીતિન કાછિયાના કેટરિંગ કર્મચારીની બર્થડેનો વીડિયો વાયરલ થયો હતો જેમાં પાણી પૂરીની અંદર દારૂ ભરીને ખવામાં આવતી હતી. કર્મચારીઓ પુરીમાં દારૂ ભરીને લિજ્જત માણતા દેખાય છે.

Vadodara : ગુજરાતમાં દારૂબંધીનો કાયદો જાણે માત્ર ચોપડે શોભતો હોય તેમ નિત-નવીન દારૂને લગતા કિસ્સાઓ સામે આવતા રહે છે. ક્યારેક દારૂની મહેફિલો કરતા કિસ્સાઓ તો ક્યારેક અધધધ દારૂના જથ્થા ઝડપાયાના કિસ્સાઓ, પરંતુ અહી તો એક અનોખી દારૂની મહેફિલ જોવા મળી હતી. જેમાં પાણી પૂરીમાં પાણીની જગ્યાએ દારૂ નાખીને પાણી પુરીનો “નશીલો” સ્વાદ લેવામાં આવતો હતો.પૂર્વ કોર્પોરેટરના કર્મચારીની બર્થડે પાર્ટીમાં દારૂની રેલમછેલ બોલી હતી. નીતિન કાછિયાના કેટરિંગ કર્મચારીની બર્થડેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પાણી પૂરીની અંદર દારૂ ભરીને ખવામાં આવતી હતી. કર્મચારીઓ પુરીમાં દારૂ ભરીને લિજ્જત માણતા દેખાય છે. વાયરલ વિડિયોમાં ભાજપના જ નેતા દ્વારા ખુલ્લેઆમ દારૂબંધીનો ભંગ કરતાં જનરે જોવા મળે છે.

 

Next Video