Vadodara: વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, કોરોનાથી થતા મૃત્યુદરમાં ઘટાડો

|

May 08, 2021 | 6:07 PM

વડોદરામાં (Vadodara) કોરોના કહેર બાદ રાહતના સમાચાર મળી રહ્યા છે. શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેને પગલે કોરોનાના દર્દીઓના મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે.

વડોદરામાં (Vadodara) કોરોના કહેર બાદ રાહતના સમાચાર મળી રહ્યા છે. શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેને પગલે કોરોનાના દર્દીઓના મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. 8 દિવસ બાદ શહેરમાં કોરોનાના દર્દીના મોતની સંખ્યા ઘટી રહી છે.

વડોદરામાં કોવીડ મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તો કુદરતી રીતે થયેલા મોતમાં પણ ઘટાડો થયો છે. કોવિદ દર્દીના અંતિમ સંસ્કાર માટે પહેલા કોવીડ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવે છે. ત્યારબાદ કંટ્રોલ રૂમથી ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરવામાં આવે છે. આ કોલમાં આંશિક ઘટાડો થયો છે.

વડોદરાના વાસણા સ્મશાનમા દરરોજ 8 થી 10 કોવિડ મૃતકોની અંતિમવિધિ થતી હતી. હવે દરરોજ 1 થી 2 કોવિડ મૃતકોની અંતિમવિધિ થાય છે. કોરોનાના દર્દીઓના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે 30 એપ્રિલે 12 વર્ધિ, 1 મે ના રોજ 7 વર્ધિ, 2 મે ના રોજ 9 વર્ધિ,  3 મે ના રોજ 10 વર્ધિ, 4 મે ના રોજ 5 વર્ધિ, 5 મે ના રોજ 3 વર્ધિ, 6 મે ના રોજ 9 વર્ધિ, 7 મેં ના રોજ 7 વર્ધિ થઇ હતી.

આ તરફ આરોગ્ય વિભાગ માની રહ્યું છે કે, કોરોના કેસની જેમ મૃત્યુઆંક પણ ઘીમે ધીમે ઘટતો જશે. જે રીતે કોરોના કેસમાં ઘટાડો થયો છે તે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતા હજુ પણ આઠ થી દસ દિવસનો સમય લાગી શકે છે.

24 કલાકમાં 12 કોરોના દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 447 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 989 પોઝિટિવ કેસ નોંધાયા છે. 24 કલાક દરમિયાન 10521 ટેસ્ટ, 9532 નેગેટિવ આવ્યા છે. 9413 એક્ટિવ કેસ, 571 ઓક્સિજન પર દર્દીઓ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 754 ડિસ્ચાર્જ, અત્યાર સુધી 40644 ડિસ્ચાર્જ થયા છે.

Next Video