VIDEO: વડોદરાના યાકુતપુરાના એક ઘરમાં ઘુસીને મહિલા ઉપર ફાયરિંગ

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી સોડા ફેક્ટરી પાછળ આશિયાના બિલ્ડિંગમાં 2 હુમલાખોરોએ શેખ પરિવાર પર ધડાધડ ફાયરિંગ થતાં દોડધામ મચી ગઈ હતી. આ ફાયરિંગમાં મકાન માલિક નઇમ શેખની પત્ની અમીના શેખ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને CCTVની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. […]

VIDEO: વડોદરાના યાકુતપુરાના એક ઘરમાં ઘુસીને મહિલા ઉપર ફાયરિંગ
| Updated on: Sep 09, 2020 | 4:07 AM

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી સોડા ફેક્ટરી પાછળ આશિયાના બિલ્ડિંગમાં 2 હુમલાખોરોએ શેખ પરિવાર પર ધડાધડ ફાયરિંગ થતાં દોડધામ મચી ગઈ હતી. આ ફાયરિંગમાં મકાન માલિક નઇમ શેખની પત્ની અમીના શેખ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને CCTVની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

આશિયાના બિલ્ડિંગમાં મહોમ્મદ નઇમ અબ્દુલ રહેમાન શેખ પરિવાર સાથે રહે છે. તેમની આ મિલકત માટે કૌટુંબિક ઝઘડા ચાલતા હતા. દરમિયાન બપોરે 1 વાગ્યાની આસપાસ એક્ટિવા ઉપર 2 અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને ઘરમાં ઘૂસી જઇને આડેધડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. નઇમ શેખે જણાવ્યું હતું કે મારા ભાઇ મોઇને તેના માણસો દ્વારા ફાયરિંગ કરાવ્યું છે. ઘટનાને પગલે પોલીસ કમિશનર આર.બી. બહ્મભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો