વડોદરાનાં કારેલીબાગના રહિશોને વીજ કંપનીઓએ બેફામ વીજ બિલ ફટકારતા લોકોમાં આક્રોશ, રજુઆત કરવા ગયા તો ઉડાઉ જવાબ મળ્યો,ગ્રાહક કોર્ટમાં ખેંચી જવાની રહિશોની ચીમકી

|

Jul 20, 2020 | 7:02 AM

લૉકડાઉનના કારણે લોકોને ચાર મહિનાનું વીજળી બિલ મળી રહ્યું છે, ત્યારે પ્રજામાં અસંતોષની લાગણી વધી રહી છે. વડોદરામાં કારેલીબાગ વિસ્તારના વીઆઈપી રોડ પર આવેલા ગાયત્રી નગર સોસાયટીમાં તો 59 હજાર રુપિયા સુધીના લાઈટ બિલ ફટકારવામાં આવતા સોસાયટીના રહેવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે તો સોસાયટીના અન્ય એક રહેવાસીને 40 હજાર રૂપિયા આવ્યું છે. લોકોનું […]

વડોદરાનાં કારેલીબાગના રહિશોને વીજ કંપનીઓએ બેફામ વીજ બિલ ફટકારતા લોકોમાં આક્રોશ, રજુઆત કરવા ગયા તો ઉડાઉ જવાબ મળ્યો,ગ્રાહક કોર્ટમાં ખેંચી જવાની રહિશોની ચીમકી
http://tv9gujarati.in/vadodara-ma-vij-…ai-javani-chimki/

Follow us on

લૉકડાઉનના કારણે લોકોને ચાર મહિનાનું વીજળી બિલ મળી રહ્યું છે, ત્યારે પ્રજામાં અસંતોષની લાગણી વધી રહી છે. વડોદરામાં કારેલીબાગ વિસ્તારના વીઆઈપી રોડ પર આવેલા ગાયત્રી નગર સોસાયટીમાં તો 59 હજાર રુપિયા સુધીના લાઈટ બિલ ફટકારવામાં આવતા સોસાયટીના રહેવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે તો સોસાયટીના અન્ય એક રહેવાસીને 40 હજાર રૂપિયા આવ્યું છે. લોકોનું કહેવું છે કે, સરેરાશ વપરાશને ધ્યાનમાં લેવામાં આવે તો પણ આટલું બધુ બિલ ક્યારેય શક્ય નથી તો બીજી બાજુ વીજ કંપનીના અધિકારીઓના ઉડાઉ જવાબના કારણે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. સોસાયટીના રહેવાસીઓએ ચીમકી આપી છે કે, જો આ સમસ્યાનું સમાધાન લાવવામાં નહીં આવે તો, ગ્રાહક કોર્ટમાં વીજ કંપની સામે કેસ કરવામાં આવશે.

Next Article