Vadodara Corona: વડોદરા પોલીસ એક્શનમાં, કહ્યું હોમ આઈસોલેશનનાં નિયમો તોડનારા સામે પગલા ભરાશે

|

Apr 22, 2021 | 12:48 PM

Vadodara Corona: વડોદરામાં વધી રહેલા કોરોના કેસ અને સાથે જ હોમ ક્વોરન્ટાઈન(Home Quarantine) નિયમોનો સરેઆમ થઈ રહેલા ભંગને લઈ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંહ દ્વારા આવા લોકોને ચેતવણી આપવામાં આવી છે.

Vadodara Corona: વડોદરામાં વધી રહેલા કોરોના કેસ અને સાથે જ હોમ ક્વોરન્ટાઈન(Home Quarantine) નિયમોનો સરેઆમ થઈ રહેલા ભંગને લઈ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંહ દ્વારા આવા લોકોને ચેતવણી આપવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હોમ આઈસોલેશનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે.

હૉમ આઈસોલેટ વ્યક્તિ બહાર ફરતી જોવા મળશે તો પગલા લેવાશે. આ માટે પોલીસે આરોગ્ય વિભાગ પાસેથી હોમ ક્વૉરન્ટાઈન લોકોની યાદી મંગાવવામાં આવી છે અને હવે પોલીસ ક્વૉરન્ટાઈન લોકોના ઘરે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરશે. જણાવવું રહ્યું કે વડોદરામાં 8 હજાર 500થી વધુ ઘરો કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા છે.

 

રાજ્યમાં કોરોનાની સ્થિતિની વાત કરવામાં આવે તો કોરોના બેકાબૂ બન્યો છે. તો કોરોનાના આંકડા બેફામ રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોરાની સ્થિતિ એટલી સ્ફોટક બની ચૂકી છે કે હવે શબ્દો પણ ખૂટી પડ્યા છે. કોરોનાનું નામ પડતા જ નાગરિકો ફફડી રહ્યા છે અને સરકારની ના છતાં જાતે જ જનતા કરફ્યૂ લગાવી રહ્યા છે. કોરોનાના આતંક વચ્ચે રાજ્યમાં પાછલા 24 કલાકમાં 12,553 કેસ નોંધાયા તો 125 દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા. કોરોનાની સ્થિતિને કલાકોમાં આંકીએ તો રાજ્યમાં દર કલાકે 523 લોકો સંક્રમિત થઇ રહ્યા છે.

જ્યારે 5 દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. નવા કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખ 40 હજાર 632ને પાર પહોંચી છે તો કુલ મૃત્યુઆંક 5,740 થયો છે. 24 કલાકમાં 4,802 દર્દીઓ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખ 50 હજાર 865 થઇ છે તો એક્ટિવ કેસોની સંખ્યા વધીને 84,126 પર પહોંચી છે, જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 361 થઇ છે. જ્યારે સાજા થવાનો દર ઘટીને 79.61 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યના શહેરોની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદમાં કોરોના આક્રમક રીતે આગળ વધી રહ્યો છે. કોરોના કેપિટલ બનેલા અમદાવાદમાં 24 કલાકમાં 4,906 પોઝિટિવ કેસ સાથે 23 દર્દીઓના મોત થયા તો સુરતમાં 2,340 કેસ સાથે 29 દર્દીઓનો જીવ ગયો જ્યારે રાજકોટમાં 516 કેસ સાથે 12 દર્દીઓના મોત નિપજ્યા તો વડોદરામાં 731 કેસ સાથે 12 દર્દીઓ મોતને ભેટ્યા તો રાજ્યના અન્ય શહેરોની પણ કઇંક આવી જ સ્થિતિ છે.

જામનગરમાં 8 દર્દીઓ મોતને ભેટ્યા તો ભાવનગરમાં 6 દર્દીઓના મોત થયા, જ્યારે ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિદ્વારકામાં ત્રણ-ત્રણ દર્દીઓના મોત થયા, જ્યારે પાટણ અને મહીસાગરમાં બે-બે દર્દીઓના મોત નિપજ્યા તો ખેડા, જૂનાગઢ, વલસાડ, અરવલ્લી, પોરબંદર, ડાંગ અને છોટાઉદેપુરમાં એક-એક દર્દીનું મોત થયું.

Published On - 12:46 pm, Thu, 22 April 21

Next Video