vadodara : શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણનો મહાવિસ્ફોટ, તમામ હોસ્પિટલ્સ હાઉસફુલ

|

Apr 12, 2021 | 7:22 PM

vadodara : શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણનો મહાવિસ્ફોટ થયો છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 3,754 થઈ છે. તો વડોદરા શહેરમાં 7940 બેડ પૈકી 2395 ખાલી છે.

vadodara : શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણનો મહાવિસ્ફોટ થયો છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 3,754 થઈ છે. તો વડોદરા શહેરમાં 7940 બેડ પૈકી 2395 ખાલી છે. જ્યારે ICU બેડ 1711 પૈકી 1604 ભરાઈ ગયા છે. વડોદરા રિજનમાં પણ 1354 ICU બેડ પૈકી 936 હાઉસફુલ થઈ ગયા છે. કોરોનાનો વિસ્ફોટ થતા આરોગ્ય તંત્ર બેડ, ઓક્સિજન અને જરૂરી સુવિધા યુદ્ધના ધોરણે વધારી રહ્યું છે.

 

વડોદરા SSG હોસ્પિટલમાં ગંભીર બિમારીથી પીડાતા દર્દીને કોવિડ બિલ્ડીંગના OPDના વેઈટિંગ એરિયામાં સારવાર આપવામાં આવે છે. જ્યારે ઓક્સિજનની જરૂરવાળા દર્દીને પણ તાત્કાલિક સારવારની વ્યવસ્થા ગોઠવાઈ છે. SSGમાં વધારે તબીબ અને પેરામેડિકલ સ્ટાફની સંખ્યા વધારવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલનો બે વર્ષનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓની પણ મદદ લેવાનું વિચારણા હેઠળ છે.

Next Video