Vadodara: સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદકો સામે બિલ્ડરોએ બાંયો ચઢાવી, 50 ટકા જેટલો ભાવ વધારો કરી દેતા બિલ્ડરો રોષે ભરાયા

|

Feb 11, 2021 | 9:04 PM

વડોદરા (Vadodara)માં સિમેન્ટ (Cement) અને સ્ટીલના (Steel) ઉત્પાદકો સામે બિલ્ડરો (Builder)એ બાંયો ચઢાવી છે. આવતીકાલે ક્રેડાઈના નેજા હેઠળ બિલ્ડરો હડતાળ યોજીને કલેક્ટરને આવી કંપનીઓ સામે અંકુશ રાખવા માટે રજૂઆત કરશે.

વડોદરા (Vadodara)માં સિમેન્ટ (Cement) અને સ્ટીલના (Steel) ઉત્પાદકો સામે બિલ્ડરો (Builder)એ બાંયો ચઢાવી છે. આવતીકાલે ક્રેડાઈના નેજા હેઠળ બિલ્ડરો હડતાળ યોજીને કલેક્ટરને આવી કંપનીઓ સામે અંકુશ રાખવા માટે રજૂઆત કરશે. સિમેન્ટ અને સ્ટીલની કંપનીઓએ એકાએક 50 ટકા જેટલો ભાવ વધારો કરી દેતા બિલ્ડરો રોષે ભરાયા છે. બિલ્ડરોનો આક્ષેપ છે કે ગેરકાયદે કાર્ટલ કરીને ગેરવ્યાજબી અને અસહ્ય ભાવ વધારો કરવામાં આવ્યો છે. સિમેન્ટ, સ્ટીલ ઉત્પાદકોના કૃત્રિમ ભાવ વધારાને કારણે મકાનોના ભાવમાં 15થી 20 ટકાનો વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી બિલ્ડરો આવતીકાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ભાવો અંકુશમાં લેવા સરકાર પગલાં ભરે તેવી માંગ કરવામાં આવશે.

 

 

આ પણ વાંચો: જાણો પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન Mamata Banerjeeએ કેમ કહ્યું કે ‘હું એક જીવતી લાશ જેવી છું’

Next Video