VADODARA ભાજપમાં ભડકો, RSP કાર્યકર BJPમાં જોડાતા નોંધાવ્યો વિરોધ

|

Jan 24, 2021 | 1:55 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. ઘણા લોકો પક્ષ પલટો પણ કરી રહ્યા છે. આ વચ્ચે વડોદરા(VADODARA) શહેર ભાજપમાં (BJP) ભડકો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. ઘણા લોકો પક્ષ પલટો પણ કરી રહ્યા છે. આ વચ્ચે વડોદરા(VADODARA) શહેર ભાજપમાં (BJP) ભડકો થયો છે. વડોદરા શહેર વોર્ડ નંબર 8ના કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. આ પાછળનું કારણ RSP કાર્યકર રાજેશ આયરેને ભાજપમાં પ્રવેશ આપવામાં આવતા વિરોધ કરવા પહોંચ્યા છે.

21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 25 જાન્યુઆરીએ ભાજપના નિરિક્ષકો ઇચ્છુક ઉમેદવારના સેન્સ લેશે. 5 વિધાનસભા વિસ્તારમાં 15 નિરિક્ષકો દાવેદારોને સાંભળશે. એક વિધાનસભા દિઠ ત્રણ નિરિક્ષકો દાવેદારોને સાંભળશે. પાલિકાના 19 વોર્ડ આવેલા છે વિધાનસભા દીઠ ચાર થી પાંચ વોર્ડના દાવેદારોને સાંભળવામાં આવશે.

 

Published On - 1:36 pm, Sun, 24 January 21

Next Video