Video: પોલીસ હોય તો વડોદરા જેવી, હડતાલમાં બાળકો માટે કર્યું એવું કામ કે બની ગયા આખી દુનિયા માટે ઉદાહરણ

વડોદરામાં આજે આશ્ચર્ય સાથે આનંદ થાય એવી ઘટના જોવા મળી. અહીં પોલીસવાન અને પોલીસના બાઈક પર કોઈ ગુનેગારો નહીં પણ સ્કૂલના વિદ્યાર્થીઓ જોવા મળ્યા. શહેરમાં અનેક સ્થળો પર અચાનક પોલીસની સાથે બાળકોને બેઠેલા જોઈને લોકો થોડીવાર તો વિચારમાં પડી ગયા હતાં. જોકે પાછળથી ખ્યાલ આવ્યો હતો કે વડોદરામાં સ્કૂલવાન સંચાલકોએ પોલીસ અને આર.ટી.ઓ.ની કામગીરીના વિરોધમાં […]

Video: પોલીસ હોય તો વડોદરા જેવી, હડતાલમાં બાળકો માટે કર્યું એવું કામ કે બની ગયા આખી દુનિયા માટે ઉદાહરણ
| Updated on: Jun 19, 2019 | 3:44 PM

વડોદરામાં આજે આશ્ચર્ય સાથે આનંદ થાય એવી ઘટના જોવા મળી. અહીં પોલીસવાન અને પોલીસના બાઈક પર કોઈ ગુનેગારો નહીં પણ સ્કૂલના વિદ્યાર્થીઓ જોવા મળ્યા. શહેરમાં અનેક સ્થળો પર અચાનક પોલીસની સાથે બાળકોને બેઠેલા જોઈને લોકો થોડીવાર તો વિચારમાં પડી ગયા હતાં. જોકે પાછળથી ખ્યાલ આવ્યો હતો કે વડોદરામાં સ્કૂલવાન સંચાલકોએ પોલીસ અને આર.ટી.ઓ.ની કામગીરીના વિરોધમાં હડતાલ પાડી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ હડતાલના પગલે પોલીસ આજે વાલીઓની અને વિદ્યાર્થીઓની મદદે આવી છે. સ્કૂલવાન ચાલકોની હડતાલના કારણે વિદ્યાર્થીઓને સ્કૂલે કેવી રીતે પહોંચવું એ એક સવાલ હતો પણ હંમેશા કડકાઈ દાખવતી પોલીસે તેમની નરમાઈનો પરિચય આપ્યો હતો. લોકોએ પણ પોલીસની પહેલના વખાણ કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વડોદરા ટ્રાફિક પોલીસે પોતાની 8 બોલેરો, 1 બસ, 21 PCR વાન અને 63 બાઈક વિદ્યાર્થીઓને સ્કૂલે પહોંચાડવા માટે મદદે આપ્યા હતા. પોલીસે 400થી વધારે વિદ્યાર્થી અને વાલીઓને તેમના ઘરેથી સ્કૂલ અને સ્કૂલેથી ઘરે લઈ જવા માટે મદદ કરી.

Telegram New Code


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 3:29 pm, Wed, 19 June 19