VADODARA : સૂરસાગર તળાવની વચ્ચે મહાદેવની વિશાળ પ્રતિમાને સોનાથી મઢાશે

|

Mar 11, 2021 | 3:52 PM

VADODARA : સૂરસાગર તળાવ વચ્ચે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની વિશાળ પ્રતિમા સોનાથી મઢાશે. સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની વિશાળ મૂર્તિને સોનાનો વરખ ચડાવવામાં આવશે.

VADODARA : સૂરસાગર તળાવ વચ્ચે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની વિશાળ પ્રતિમા સોનાથી મઢાશે. સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની વિશાળ મૂર્તિને સોનાનો વરખ ચડાવવામાં આવશે. આ શુભ કાર્યમાં 16 કિલો સોનાનો ઉપયોગ થશે. 8 કરોડ રૂપિયાના સોનાના વરખના 4 બાય 6ના 2.40 લાખ ટુકડા તૈયાર કરવામાં આવશે. મૂળ ઓડિશાના કારીગરોની ટીમ દ્વારા 2022ની મહાશિવરાત્રી સુધીમાં સર્વેશ્વર મહાદેવજીને સોનાથી મઢવાનું કાર્ય પૂર્ણ થશે. આ જાણીતા કલાકારો અંબાજી, શિરડી, વડતાલ, જૂનાગઢ, ધોલેરાના સ્વામિનારાયણ મંદિરોને સોનાના વરખથી મઢી ચુક્યા છે. આ 111 ફૂટની પ્રતિમાના પેટના ભાગ સુધી તાંબાનું આવરણ ચડાવાયું છે. જેના પર ખાસ કેમિકલ લગાવીને સોનાના પાના ચડાવાશે. આ કામગીરી વિશાળ મૂર્તિના દરેક ભાગ પર કરવામાં આવશે.

 

Next Video