રસી લો, કોરોનાથી બચો! સિવિલ હોસ્પિટલના સંક્રમિત ડૉક્ટરની લોકોને રસી લેવાની અપીલ

|

Apr 30, 2021 | 8:48 PM

કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ અતિ ઘાતક સાબિત થઇ રહ્યું છે. વાયરસની તીવ્રતા શરીરમાં વધી છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં ફેફસા સુધી પહોંચે છે.

કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ અતિ ઘાતક સાબિત થઇ રહ્યું છે. વાયરસની તીવ્રતા શરીરમાં વધી છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં ફેફસા સુધી પહોંચે છે. સમગ્ર દેશમાં રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ થયો અને કરોડો લોકોએ કોરોનાની રસી લઇ પોતાને સુરક્ષિત કર્યા.

રસીકરણ કેટલી હદે માનવશરીરને રક્ષણ આપે છે, તેનું જીવંત ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના સંક્રમિત તબીબ ડૉ. યતીન દરજી એ પુરુ પાડ્યું. કોરોનામા સતત ફરજ બજાવ્યા બાદ ૧૨મી ફેબ્રુઆરીએ કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ અને ૧૩મી માર્ચે કોરોના રસીકરણનો બીજો ડોઝ લીધો હતો. ત્યારબાદ પણ પોતોની ફરજ પર કર્તવ્યનિષ્ઠ એવા આ તબીબે દિવસ રાત કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં કાર્યરત રહ્યા.

ગત અઠવાડિયે કોરોનાથી સંક્રમિત થયા. પરંતુ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોવાથી વાયરસના આ ઘાતક સ્વરૂપે તેમના ફેફસાના ફક્ત ૨૦થી ૨૫ ટકા વિસ્તારને જ નુકશાન પહોંચાડ્યું. કોરોનાના લક્ષણો પણ સર્વસામાન્ય રહ્યાં. કોરોનાની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા. તબીબી સારવારના કારણે અને વેક્સિનના લીધે તેઓ ખૂબ જ ઝડપથી સાજા થયા.

Next Video