1 માર્ચથી રસીકરણના બીજા તબક્કાની થશે શરૂઆત, 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે રસી

|

Feb 25, 2021 | 8:26 AM

દેશમાં પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થવા જઇ રહ્યો છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે. 45 વર્ષથી મોટી ઉંમરના એવા લોકોને પણ રસી અપાશે, જે ગંભીર રોગોથી પીડાઇ રહ્યા છે.

દેશમાં પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થવા જઇ રહ્યો છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે. 45 વર્ષથી મોટી ઉંમરના એવા લોકોને પણ રસી અપાશે, જે ગંભીર રોગોથી પીડાઇ રહ્યા છે. આ સાથે ખાનગી હોસ્પિટલમાં બનેલા સેન્ટરોમાં પણ રસી આપવાનું શરૂ થઇ જશે. સરકારી હોસ્પિટલમાં રસી મફત હશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં કિંમત ચૂકવવી પડશે. જો કે, કિંમત મુદ્દે સરકાર આગામી બે દિવસમાં નિર્ણય લેશે.

બીજા તબક્કામાં કુલ 27 કરોડ લોકોને આવરી લેવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરના જણાવ્યા પ્રમાણે, 10 હજાર સરકારી અને 20 હજાર ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશન 1 માર્ચથી શરૂ થશે. દેશમાં 10 કરોડ 40 લાખ લોકોની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે. જાવડેકરે કહ્યું કે, સરકારી કેન્દ્રો સિવાય ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન માટે ચાર્જ આપવો પડશે. જે લોકો ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લેવા માંગે છે તે લોકો એ ચાર્જ ચૂકવવો પડશે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય આ વિશે ઉત્પાદકો અને હોસ્પિટલો સાથે વાત કરી રહ્યું છે.

Next Video