Uttarakhand Joshimath Dam News: રાજકોટથી હરિદ્વાર ગયેલા તમામ 50 પ્રવાસી સુરક્ષિત, મસુરી જવા માટે રવાના

|

Feb 07, 2021 | 5:37 PM

Uttarakhand Joshimath Dam News: સીએમ રૂપાણીએ ઉત્તરાખંડના સીએમ રાવત સાથે ટેલીફોનિક વાતચીત કરી છે.. અને કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને મદદ કરવા અને પૂરતી વ્યવસ્થા કરીને સહાયરૂપ થવા વિનંતી કરી છે.

Uttarakhand Joshimath Dam News : ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટના વચ્ચે ગુજરાતનાં રાજકોટથી હરિદ્વાર ગયેલા 50 જેટલા મુસાફરોનો બચાવ થયો છે. તમામ મુસાફરો સહીસલામત છે અને મસુરી જવા માટે રવાના થઈ ગયા છે.

સીએમ રૂપાણીએ ઉત્તરાખંડના સીએમ રાવત સાથે ટેલીફોનિક વાતચીત કરી  હતી અને કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને મદદ કરવા અને પૂરતી વ્યવસ્થા કરીને સહાયરૂપ થવા વિનંતી કરી છે. સાથે જ તેમણે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને ઉત્તરાખંડના તંત્ર સાથે સંપર્કમાં રહેવા સૂચના આપી હતી.

 

Published On - 3:27 pm, Sun, 7 February 21

Next Video