વિવિધ પડતર માગોને લઇને ઉ.ગુજરાત કિસાન સંઘનું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન, 100 ખેડૂતોની અટકાયત

વિવિધ પડતર માગોને લઇ ઉત્તર ગુજરાત કિસાન સંઘના કાર્યકરો દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પોલીસે 100થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી. વિવિધ પડતર માગો સાથે આ ખેડૂતો બલરામ ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ પહોંચી અને આ ખેડૂતોની અટકાયત કરી લીધી. ખેડૂતોની માગ છે કે, જે તાલુકાઓને […]

વિવિધ પડતર માગોને લઇને ઉ.ગુજરાત કિસાન સંઘનું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન, 100 ખેડૂતોની અટકાયત
| Updated on: Oct 15, 2020 | 4:35 PM

વિવિધ પડતર માગોને લઇ ઉત્તર ગુજરાત કિસાન સંઘના કાર્યકરો દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પોલીસે 100થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી. વિવિધ પડતર માગો સાથે આ ખેડૂતો બલરામ ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ પહોંચી અને આ ખેડૂતોની અટકાયત કરી લીધી. ખેડૂતોની માગ છે કે, જે તાલુકાઓને કિસાન સહાય યોજનામાં સમાવેશ નથી કરાયો તેમનો સમાવેશ કરવામાં આવે.તો રાજ્યમાં ખાલી રહેલા જળાશયને સરકાર તત્કાળ ભરે તેવી પણ માગ કરી હતી. તો સમાન વીજદર અને ફિક્સ ચાર્જ દૂર કરવાની પણ ખેડૂતોએ માગ કરી છે. તો ખાનગી કૃષિ યુનિવર્સિટીને સરકાર માન્યતા ન આપે તેવી પણ રજૂઆત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો