Rain In Aravalli: અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો, મેઘરજ પંથકમાં કરા સાથે વરસાદ

|

May 04, 2023 | 5:18 PM

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી કમોસમી વરસાદને લઈ ખેડૂતો અને ઈંટ ઉત્પાદકો પરેશાન બની ચૂક્યા છે. વિસ્તારમાં કમોસમી વરસાદ છેલ્લા ચાર દિવસથી વરસવાને લઈ નુક્શાનની ભીતી સર્જાઈ છે.

Rain In Aravalli: અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો, મેઘરજ પંથકમાં કરા સાથે વરસાદ
Unseasonal rains in Aravalli

Follow us on

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારે ગાજવીજ અને પવન સાથે બપોરના અરસા દરમિયાન ગુરુવારે વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે હોર્ડીંગ્સ પણ તૂટી પડ્યા હતા. આ ઉપરાંત મેઘરજ તાલુકાના કેટલાક વિસ્તારમાં કરા વરસ્યા હતા. સતત એક અઠવાડીયાથી કમોસમી વરસાદને લઈ ખેડૂતો પરેશાન બન્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંંમતનગર વિસ્તારમાં પણ બપોર બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. શહેરના નવા વિસ્તારમાં કમોસમી વરસાદ પવન સાથે વરસતા કેટલાક વિસ્તારમાં મંડપને પણ અસર પહોંચી હતી. જ્યારે મેઘરજમાં હોર્ડિંગ્સ ઉડીને પડ્યુ હતુ.

જિલ્લામાં ખેડૂતો ઉપરાંત ઈંટ ઉત્પાદકો પર પણ ફટકો વાગ્યો છે. વિસ્તારમાં નાના ઈંટવાડા ચલાવતા ઉત્પાદકોની તૈયાર ઈંટો કમોસમી વરસાદને લઈ ખરાબ થઈ જવા પામી છે. જિલ્લામાં મોટા ભાગના ઈંટ ઉત્પાદકો માટે આ વર્ષ નિષ્ફળ જવા સાથે મોટો ફટકો વેઠવાનો વખત આવ્યો છે.

કરા સાથે વરસ્યો વરસાદ

મેઘરજ અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસાદ વરસવાને લઈ વિસ્તારના ગામડાઓમાં ખેતીમામાં નુક્શાનની ભીતી વરસાઈ છે. છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ સતત વરસાદ વરસવાને લઈ વિસ્તારના ખેડૂતો પરેશાન છે. વિસ્તારમાં બાજરી સહીતના ઉનાળુ પાક ખરાબ થઈ રહ્યો છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

કરા સાથેનો વરસાદ મેઘરજ વિસ્તારમાં વરસ્યો હતો. વિસ્તારના રામગઢી વિસ્તારમાં કરા વરસ્યા હતા. આ સિવાય જીતપુર, રેલ્લાવાડા, ઈસરી અને તરકવાડા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં અનેક ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

હોર્ડિંગ્સ અને મંડપ તૂટ્યા

કમોસમી વરસાદ ભારે પવન સાથે વરસવાને લઈ વિસ્તારમાં અનેક લગ્ન પ્રસંગ અને ધાર્મિક પ્રસંગના મંડપને અસર પહોંચી હતી. કેટલાક મંડપ ભારે પવનમાં ઉડ્યા હતા. જ્યારે મેઘરજ નગરમાં એક હોર્ડિંગ રોડ પર ઉભેલ ફ્રુટની લારી પર પડ્યુ હતુ. જોકે સદનસીબે કોઈને ઈજા પહોંચી નહોતી.

આ પણ વાંચોઃ Aravalli: દિપડાની દહેશતથી ખેડૂતો પરેશાન, રાત પડતા જ ગામડાઓમાં કરફ્યુ જેવો માહોલ છવાઈ જાય છે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 4:10 pm, Thu, 4 May 23

Next Article