કચ્છ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં થયો કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાન થાય તેવા એંધાણ

|

May 11, 2021 | 7:05 PM

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દરરોજ રાજ્યના કોઈને કોઈ વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.

રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર યથાવત છે, તો બીજી તરફ કમોસમી વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દરરોજ રાજ્યના કોઈને કોઈ વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે કચ્છમાં રાપરના ગ્રામ્ય વિસ્તાોમાં કમોસમી વરસાદ થયો છે. ખેંગારપર, રામવાવ, વજેપર વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. ભારે પવનને કારણે કાચા મકાનના નળિયા પણ ઉડ્યા હતા.

જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો, રાજકોટ-પોરબંદર હાઇવે અને શાપર-વેરાવળમાં વરસાદ થયો હતો. કમોસમી વરસાદથી રોડ પર પાણીની નદીઓ વહેતી થઇ હતી. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. હાલ કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતોને કેરીના પાકમાં વ્યાપક નુકસાન થાય તેવી શક્યતા છે.

Next Video