હિંમતનગરમાં સગા પિતાને 2 પુત્રોએ હત્યા કરી, દારુ પી ઘરકંકાસ કરતા મોતને ઘાટ ઉતાર્યા

સાબરકાંઠા જિલ્લામાં ચોરી અને મારામારીની ઘટનાઓ વધવા સાથે હવે હત્યાના ગંભીર ગુનાઓ સામે આવ્યા છે. એક જ દિવસમાં 2 અલગ અલગ હત્યાની ઘટનાઓ સામે આવી છે. હિંમતનગરમાં બે અલગ અલગ હત્યાના ગુના નોંધાયા છે. એક ઘટનામાં પિતાની સગાં પુત્રોએ હત્યા કરી છે, તો બીજી ઘટનામાં કુવામાંથી હત્યા કરેલી લાશ મતાર વિંટાળેલી હાલતમાં મળી છે.

હિંમતનગરમાં સગા પિતાને 2 પુત્રોએ હત્યા કરી, દારુ પી ઘરકંકાસ કરતા મોતને ઘાટ ઉતાર્યા
| Updated on: Dec 10, 2023 | 7:14 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 24 કલાકમાં જ હત્યાની બે ઘટનાઓ સામે આવી છે. એક ઘટનામાં પિતાને તેના જ બે પુત્રોએ માર મારીને મોતને ઘાટ ઉતાર્યા છે. માતાએ આ અંગેની ફરિયાદ હિંમતનગરના ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાની તપાસ શરુ કરી છે. દારુ પિધેલી હાલતમાં ઘરમાં કંકાસ કરતા હોવાને લઈ ગુસ્સે ભરાયેલા પુત્રોએ જ પિતાની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે.

માતા સાથે ઘર્ષણ કરતા પિતા નારાયણ રાવળની વચ્ચે પડીને બંને પુત્રો અર્જુન અને મુકેશ રાવળે લાકડીઓનો માર માર્યો હતો. બચાવમાં પિતા ગામમાં નાસી છૂટતા પિછો કરીને પિતાને કોદાળીના ઘા માથામાં ઝીંક્યા હતા. જીવન મરણ હાલતમાં પિતાને સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં મોત નિપજ્યુ હતુ. આમ દારુના કારણે સગાં પુત્રો જ પિતાની હત્યા કરવા માટે મજબૂર બન્યા હતા.

આ પણ વાંચોઃ હિંમતનગરમાં ઓલ્ડ પેન્શનની માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પદયાત્રા યોજાઈ

 

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:16 am, Sun, 10 December 23