Rajkot: સિવિલમાં બેડની લાલચે રૂપિયા પડાવવાનો કેસ, ક્રાઇમ બ્રાંચે 2 શખ્સોની કરી ધરપકડ

|

Apr 22, 2021 | 12:26 PM

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બેડ આપવાની લાલચે 9 હજાર પડાવવાના કેસમાં ક્રાઇમ બ્રાંચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં એક સિવિલ હોસ્પિટલનો એટેન્ડન્સ છે, જ્યારે બીજો હોસ્પિટલનો સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવે છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બેડ આપવાની લાલચે 9 હજાર પડાવવાના કેસમાં ક્રાઇમ બ્રાંચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં એક સિવિલ હોસ્પિટલનો એટેન્ડન્સ છે, જ્યારે બીજો હોસ્પિટલનો સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. આ બંને આરોપીઓ દર્દીઓના સગા પાસેથી બેડ અપાવવાની લાલચે રૂપિયા ખેંખેરતા હતા. જેમાં દર્દીના સગા પાસેથી 9 હજાર પડાવ્યાનો કિસ્સો સામે પણ આવ્યો હતો.

આ સમગ્ર કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચે હોસ્પિટલના બે કર્મચારીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોવાનું એ રહે છે કે, આ સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલના અન્ય કોઇ કર્મચારીની સંડોવણી સામે આવે છે કે કેમ?

 

આ પણ વાંચો: કોરોનાના કપરા કાળમાં વાયુદળે સંભાળ્યો મોરચો, એર લિફ્ટથી પહોચાડાઈ રહ્યો છે ઓક્સિજન, દવાનો જથ્થો

 

Next Video