Ahmedabad: બે માસૂમને મળ્યો પરિવાર, પાલડી શિશુ ગૃહમાંથી બે પરિવારે દત્તક લીધી બાળકી, હર્ષના આંસુ છલકાયા

|

Nov 29, 2021 | 7:04 AM

Ahmedabad: પાલડી સ્થિત શિશુ ગૃહમાંથી બે નાની બાળકીઓને એક રાજકોટના અને એક મુંબઈના પરિવારે દત્તક લીધી. આ અંગે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Ahmedabad: બે માસૂમને મળ્યો પરિવાર, પાલડી શિશુ ગૃહમાંથી બે પરિવારે દત્તક લીધી બાળકી, હર્ષના આંસુ છલકાયા
Two families adopted two baby girls

Follow us on

દીકરી વ્હાલનો દરિયો, દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી પર આવા ઘણો સુવાક્યો અને કહેવતો બની છે. પણ કેટલાક લોકો એવા હોય છે જે આ વ્હાલના દરિયાને ક્ષણનો પણ વિચાર કર્યા વિના તરછોડી દે છે. તે પણ ત્યારે જ્યારે તેને સૌથી વધુ પ્રેમ અને વ્હાલની જરૂર હોય. પણ કહેવાય છે ને કે મારવા કરતા બચાવવાવાળો મોટો હોય છે. તે જ રીતે આ તરછોડાયેલા માસૂમોને જ્યારે પરિવાર મળે છે ત્યારે જે તે દ્રશ્યો જોવાલાયક હોય છે. આવું જ વાતાવરણ જોવા મળ્યુ પાલડી સ્થિત શિશુ ગૃહમાં.

પાલડીના શિશુ ગૃહમાં એક મોટો પ્રસંગ ઉજવાયો. અને આ પ્રસંગ છે બે અનાથ દીકરીઓને દત્તક લેવાનો. પાલડી શિશુ ગૃહમાં ઉછરતી નવ મહિનાની બે બાળકીઓને બે પરિવારોએ દત્તક લીધી છે. રાજકોટના સુજીત નંદી અને કાજલ નંદીએ 9 માસની મિસ્તીને દત્તક લીધી. સુજીત અને કાજલના લગ્નને 10 વર્ષ થયા હતા. તેમને નક્કી કર્યું હતું કે બંને બાળકને દત્તક લેશે. અને આખરે 3 વર્ષ પહેલા તેમણે બાળક દત્તક લેવા જે અરજી કરી હતી, તેનો સમય પાકી ગયો.

પાલડી શિશુ ગૃહમાંથી તેમના પર ફોન ગયો અને બંનેની ખુશીનો પાર ન રહ્યો. તાબડતોબ તેઓ પાલડી શિશુ ગૃહમાં હાજર થયા. એક તરફ ફુલ જેવી કોમળ મિસ્તીને દત્તક લીધાની ખુશી નહોતી સમાતી અને બીજી તરફ આંખોમાં હર્ષના આંસુ. 9 માસની મિસ્તીને માતા-પિતા પણ મળ્યા અને નવું નામ ‘સાયસા’ પણ. જેનો અર્થ થાય છે પવિત્ર, માતા લક્ષ્મી અને દુર્ગાનું રૂપ.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

તો અન્ય એક દીકરી છે નવ માસની આરજુ. આરજુ ભલે નાની છે, પણ લાગે છે જાણે તેની આરજુ ભગવાને સાંભળી લીધી. આરજુને પણ માતા-પિતા મળ્યા. મૂળ ઇડર અને હાલ મુંબઈમાં સ્થાયી થયેલા તેમજ ઇન્ટિરિયર ડિઝાઈનર મહેશ મિસ્ત્રી અને ચેતના મિસ્ત્રીએ આરજુને દત્તક લીધી છે. તેમના લગ્નને 17 વર્ષ થયા. મહેશ અને ચેતનાને સંતાનમાં 9 વર્ષનો દિકરો છે અને આજે તેમને 9 માસની દીકરી પણ મળી ગઈ. તેમણે પણ 3 વર્ષ પહેલા બાળકી દત્તક લેવા માટે અરજી કરી હતી. આરજુને પણ આજે નવું નામ મળ્યું. નૂરવા.. જેનો પણ અર્થ થાય છે પવિત્ર.

આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અંજલી મહેતા, એટલે કે નેહા મહેતા. અને ધારાસભ્ય રાકેશ શાહ મહેમાનોના હસ્તે બંને દીકરીઓને પરિવારને સોંપવામાં આવી. ત્યારે વાતાવરણમાં જે હકારાત્મક ઉર્જા હતી તે સૌના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળી હતી.

 

 

આ પણ વાંચો: હૃદય કંપાવી દે એવો કિસ્સો: કડીમાં કોઈ નવજાત બાળકીને કોથળીમાં બંધ કરી, ખેતરમાં મુકીને જતું રહ્યું

આ પણ વાંચો: મુકેશ અંબાણી પોતાના બાળકોમાં સંપતિની વહેંચણીને લઈને બન્યા ગંભીર, આ યોજના દ્વારા થશે રિલાયન્સના ઉત્તરા અધિકારીની નિમણુક

 

Next Article