ભાવનગર: મહુવાના દરિયામાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જતાં મોત, એકનો થયો આબાદ બચાવ

ભાવનગરના મહુવાના કળસાર ગામે બથેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ત્રણ યુવાનો ગયા હતા. પરત ફરતી વખતે ત્રણેય યુવાનો દરિયામાં ન્હાવા પડ્યા હતા. જેમાં પાણીના તીવ્ર વહેણમાં તણાતા એકનો બચાવ થયો હતો અને વિશાલ અને રાજુ નામના બે યુવાનોના ડૂબી જતાં મોત નીપજ્યા હતા. મહુવા તાલુકાના માળવાવ ગામના રહેતા ત્રણેય યુવાનો કળસાર ગામે દરિયાકાંઠે આવેલા બથેશ્વર […]

ભાવનગર: મહુવાના દરિયામાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જતાં મોત, એકનો થયો આબાદ બચાવ
| Updated on: Aug 12, 2020 | 2:45 PM

ભાવનગરના મહુવાના કળસાર ગામે બથેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ત્રણ યુવાનો ગયા હતા. પરત ફરતી વખતે ત્રણેય યુવાનો દરિયામાં ન્હાવા પડ્યા હતા. જેમાં પાણીના તીવ્ર વહેણમાં તણાતા એકનો બચાવ થયો હતો અને વિશાલ અને રાજુ નામના બે યુવાનોના ડૂબી જતાં મોત નીપજ્યા હતા. મહુવા તાલુકાના માળવાવ ગામના રહેતા ત્રણેય યુવાનો કળસાર ગામે દરિયાકાંઠે આવેલા બથેશ્વર મહાદેવનાં મંદિરે જન્માષ્ટમી હોવાથી દર્શને માટે ગયા હતા. જન્માષ્ટમીનાં તહેવારે વિધિ કંઈ અલગ લેખ લખ્યા હોય અને ત્રણેય દર્શન કર્યા બાદ દરિયામાં ન્હાવા માટે પડ્યા હતા. દરિયામાં તીવ્ર મોજા ઊછળતા હોવાથી ત્રણેય યુવાનો દરિયાના પાણીમાં તણાયા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા.

આ પણ વાંચો: રાજકોટઃ ગણપતિ મહોત્સવને લઈ આવ્યા મહત્વના સમાચાર, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો