TV9 Digital ગુજરાતી ટીમે રચ્યો ઈતિહાસ, 1 મહિનામાં 124 મિલિયન વ્યૂઝ સાથે સતત અગ્રેસર

|

Jun 08, 2021 | 12:18 PM

TV9 Digital: ગુજરાતી ટીવી ન્યૂઝ હોય કે પછી ડીજીટલ ન્યૂઝ પ્લેટફોર્મ TV9 News એ તેના દર્શકો માટે હંમેશા સચોટ અને વિશ્વનિય માહિતિ સમયસર પહોચાડતું રહે છે. ટીવીની સાથે ડિજીટલ પ્લેટફોર્મ પર પણ ગ્રુપ અગ્રેસર રહ્યું છે.

TV9 Digital ગુજરાતી ટીમે રચ્યો ઈતિહાસ, 1 મહિનામાં 124 મિલિયન વ્યૂઝ સાથે સતત અગ્રેસર
TV9 Digital Gujarati Team Makes History, Continues to Lead with 124 Million Views in 1 Month

Follow us on

TV9 Digital: ગુજરાતી ટીવી ન્યૂઝ હોય કે પછી ડીજીટલ ન્યૂઝ પ્લેટફોર્મ TV9 News એ તેના દર્શકો માટે હંમેશા સચોટ અને વિશ્વનિય માહિતિ સમયસર પહોચાડતું રહે છે. ટીવીની સાથે ડિજીટલ પ્લેટફોર્મ પર પણ ગ્રુપ અગ્રેસર રહ્યું છે. ભાગતી દોડતી જીંદગી વચ્ચે ગમે ત્યાં ગમે તે જગ્યા પર આંગળીની ટીપ્સ પર ટીવી નાઈનનું ડિજીટલ પ્લેટફોર્મ દર્શકો કે વાચકોને વિવિધ તાજા સમાચાર પહોચાડતુ રહે છે.

સમાચાર પહોચાડવાની હોડ અને હરિફાઈ વચ્ચે પણ સોશ્યલ મિડિયા (Social Media) પર સાચા અને સચોટ સમાચાર આપવા એ આજના સમયની માગ છે. TV9નાં Digital Platformને તેની ગુણવત્તા અને સમાચારની પસંદગી તો ખરી જ પણ ઘટનાને બતાવતા અને વર્ણાવતા વિડિયો પણ એટલા જ પસંદ આવી રહ્યા છે કે જેને લઈને  મે મહિનામાં એક નવો જ રેકોર્ડ કાયમ કર્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ રેકોર્ડમાં ટીવી નાઈન ડિજીટલ (TV9 Digital) એક જ મહિનામાં 124 મિલિયન  વ્યૂઝ સાથે સમાચારની દુનિયામાં સૌથી વધારે અને સતત જોવાયેલું ડિજીટલ ન્યૂઝ મિડિયા બની ગયું છે. આ એક એવો રેકોર્ડ છે કે જેની સામે પ્રતિસ્પર્ધીઓનાં આંકડાની વાત કરીએ તો તેમનાં આંકડા 6 થી 7 ગણા ઓછા છે. વાવાઝોડાનો સમય એ હતો કે જ્યારે તંત્રથી લઈ તમામ ભરપૂર મહેનતમાં લાગ્યા હતા તો પોતાના દર્શકો સુધી પળેપળની વિગતો વાવાઝોડાની ગતિ સાથે ટીવી નાઈનનું ડિજીટલ પ્લેટફોર્મ આપી રહ્યું હતું. TV9 Gujarati 

સોશિયલ બ્લેડ દ્વારા ગુજરાતી ન્યૂઝ ચેનલ માટે જાહેર કરાયેલ આંકડાઓમાં ટીવી9 ડિજિટલ પ્રથમ નંબરે છે. જ્યારે અન્ય ગુજરાતી ન્યૂઝ ચેનલ, ટીવી 9 કરતા બહુ જ પાછળ છે. યુ ટ્યુબ ઉપર વિડીયો જોનારા દર્શકોના મે મહિનાના જાહેર કરાયેલ આંકડા અનુસાર, યુ ટયુબ ઉપર ટીવી 9 ગુજરાતી 124 મિલીયન વ્યુઅર્સ સાથે ટોચ ઉપર છે.

દર્શકોની આ એવી સંખ્યા છે કે, ગુજરાત સ્થિત બાકીની બધી જ ન્યૂઝ ચેનલના દર્શકો કરતા પાંચ ગણી વધુ છે. પહેલા નંબરે રહેલી ટીવી9 ગુજરાતી અને બીજા નંબરે રહેલી અન્ય ન્યૂઝ ચેનલના દર્શકો વચ્ચે સાત ગણો તફાવત છે. સોશિયલ બ્લેડ દ્વારા જાહેર કરાયેલ યુ ટયુબના દર્શકોના આંકડા મુજબ ટીવી9 ડિજિટલ અને અન્ય ન્યૂઝ ચેનલ વચ્ચે જમીન આસમાનનો ફરક છે.

સાથે જ TV9 youtube પર પણ દર્શકોનો પ્રેમ સતત વરસતો રહ્યો અને આંકડાઓ જાણો આકાશને આંબી ગયા હોય તેમ સામે આવ્યું હતું. કુદરતી આફતનો સમય એ હોય છે કે જ્યારે દર્શકો કે વાચકો સચોટ અને ઝડપી માહિતિ વગર કોઈ ક્ષતિનાં ઈચ્છતા હોય છે અને ટીવી નાઈન ગુજરાતી ન્યૂઝ અને ડિજીટલ પ્લેટફોર્મ આ સાબિત કરવામાં એટલે સફળ રહ્યું કે સામે આવેલા 124 મિલિયન વ્યૂઝ એટલે કે દર્શકો અને વાચકોએ અમારામાં મુકેલા વિશ્વાસનું આ પરિમાણ છે.

 

Next Article