અજમાવી જુઓ, તમારા ચહેરાના સૌદર્ય-નિખાર માટે મેકઅપ નહી, ફુલોથી બનેલા ફેસપેક લગાવો

ફક્ત મેકઅપ જ નહીં પણ કુદરતે બક્ષેલા ફૂલોથી પણ કુદરતી સૌંદર્ય મેળવી શકાય છે. રંગબેરંગી અને મહેકતાં ફૂલોને જોઈને મન ખુશ થઇ જાય છે. પણ આ જ ફૂલોના નિયમિત ઉપયોગથી ત્વચાની રંગત પણ નિખારી શકાય છે. ફૂલોના રસથી ત્વચામાં ટાઈટનેસ આવે છે, ફૂલોનું તેલ પણ ચહેરાની ત્વચાને સોફ્ટ અને હેલ્ધી બનાવે છે. તમને બતાવીએ ફૂલોના […]

અજમાવી જુઓ, તમારા ચહેરાના સૌદર્ય-નિખાર માટે મેકઅપ નહી, ફુલોથી બનેલા ફેસપેક લગાવો
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:08 PM

ફક્ત મેકઅપ જ નહીં પણ કુદરતે બક્ષેલા ફૂલોથી પણ કુદરતી સૌંદર્ય મેળવી શકાય છે. રંગબેરંગી અને મહેકતાં ફૂલોને જોઈને મન ખુશ થઇ જાય છે. પણ આ જ ફૂલોના નિયમિત ઉપયોગથી ત્વચાની રંગત પણ નિખારી શકાય છે. ફૂલોના રસથી ત્વચામાં ટાઈટનેસ આવે છે, ફૂલોનું તેલ પણ ચહેરાની ત્વચાને સોફ્ટ અને હેલ્ધી બનાવે છે. તમને બતાવીએ ફૂલોના ફેસપેકથી કેવી રીતે ચહેરો નિખારી શકાય છે.

 

ગુલાબ
દુનિયાભરમાં પ્રેમના પ્રતીક ગણાતા ગુલાબને બ્યુટી પ્રોડક્ટમાં સૌથી વધારે વાપરવામાં આવે છે. ગુલાબજળ ત્વચા અને વાળને ધીરેધીરે મોઇશચરાઈઝ કરે છે. પીએચ લેવલ સંતુલિત કરીને ખીલમાં ફાયદો કરે છે. ખોડા અને ડ્રાય સ્કલ્પને દૂર કરે છે.
કેવી રીતે બનાવશો ફેસ પેક ?
તાજા ગુલાબની પાંદડીઓને એક કલાક પાણીમાં પલાળો.
એને ગ્રાઈન્ડરમાં નાંખીને પેસ્ટ બનાવો.
પેસ્ટને બાઉલમાં કાઢીને તેમાં દહીં, મધ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. આખા શરીર પર પણ આ પેસ્ટ લગાવી શકો છો. પેસ્ટ બહુ પતળી ન હોય તેનું ધ્યાન રાખો.
–ચહેરાને લાઈટ કરવા અને દાગ ધબ્બા દૂર કરવા સુખડનો પાઉડર, દૂધ અને ગુલાબજળ મિક્સ કરીને લગાવો. 20 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ નાંખો.

 

જાસુદ :
મૃત કોશિકાઓથી છુટકારો મેળવવા અને ત્વચાને શુદ્ધ કરવા જાસુદનું ફૂલ મદદ કરે છે. ચહેરાના વણજોઇતા ડાઘ અને સ્મૂધ કોમ્પલેકશન મેળવવા અને વાળ માટે ફાયદાકારક છે. જાસૂદના પાણીથી માથું ધોવાથી વાળનો ગ્રોથ વધે છે, વાળ મુલાયમ થાય છે, એનાથી સફેદ વાળ પણ છુપાવી શકાય છે.
કેવી રીતે બનાવશો ફેસ પેક ?
જાસૂદનો ફેસ પેક બનાવવા જાસૂદના ફૂલોને એક અઠવાડિયા સુધી દરરોજ તડકામાં મુકો. સુકાયેલા ફૂલને ગ્રાઈન્ડ કરીને પાઉડર બનાવો. પાઉડરમાં બ્રાઉન રાઇસનો લોટ મિક્સ કરો. એમાં દહીં અને એલોવેરા જેલ મિક્સ કરો. આ પેક અઠવાડિયામાં બે વાર લગાવો તે સુકાઈ જાય એટલે ભીના કપડાથી હળવેથી લૂછી નાંખો.

 

ચમેલી :
સુગંધી ફૂલ ચમેલીમાં એન્ટી એજિંગ અને ચહેરા પર થયેલી ગંદકી દૂર કરવાની ક્ષમતા છે. ચમેલીના ફૂલમાંથી બનેલું તેલ, ક્રીમ કે સીરમ ડ્રાયનેસ દૂર કરે છે. તે હેર ફોલિકલ્સને મજબૂત કરે છે. તેનાથી વાળ ઓછા તૂટે છે અને ભરાવદાર અને મજબૂત બને છે.
કેવી રીતે બનાવશો ફેસ પેક ?
ચમેલીની પાંદડીઓને ઉકાળી નિતારી લઈને એમાં મલાઈ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ હૂંફાળા પાણીથી ધોઈ નાંખો. ત્વચા કોમળ અને શાઈની બનશે.

 

ગલગોટા :
સનબર્ન અને રેશીશનો ઈલાજ કરવાની સાથે ડાઘ અને કાળા ધબ્બા ઓછા કરે છે. ન્યુ સ્કિન ટીસ્યુનો ગ્રોથ વધે છે. સ્કિનના નુકશાન થયેલા ભાગ પર બ્લડ સર્ક્યુલેશન વધારે છે.
કેવી રીતે બનાવશો ફેસ પેક ?
ગલગોટાની પાંદડી વાટી તેમાં દહીં અને સુખડનો પાઉડર મિક્સ કરો. 20 મિનિટ લગાવી ઠંડા પાણીથી ધોઈ નાંખો. જો તમારી ત્વચા ઓઈલી હોય તો ગલગોટાની પાંદડીના પાઉડર સાથે આમળાનો પાઉડર મિક્સ કરો. એમાં દહીં અને લીંબુનો રસ કરી ઘટ્ટ પેસ્ટ બનાવો અને તે ચહેરા અને ગરદન પર લગાવો. 20 મિનિટ બાદ ધોઈ નાંખો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો) 

Published On - 5:58 am, Sun, 6 September 20