રાજ્યમાં GPCBના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ભરુચ, આણંદ અને હિંમતનગરના પ્રાદેશિક કચેરીના અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. 9 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સિનિયર સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સિનિયર પર્યાવરણ વૈજ્ઞાનિક સહિત વૈજ્ઞાનિક ઈજનેરની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રદુષણને લઈ ફરિયાદીઓ સતત વ્યાપી રહી છે આ દરમિયાન જ મોટા પાયે સિનયર અધિકારીઓ સહિતની બદલીઓ કરવામા આવી છે. મધ્યસ્થ પ્રયોગ શાળાના વડાને એક કરતા વધારે ચાર્જ સોંપવામાં આવ્યા છે. તેઓ હવે સુરત યુનિટ હેડ તરીકે વધારાની જવાબદારી નિભાવશે. આવી જ રીતે પર્યાવરણ ઈજનેર એમઆર મકવાણાને પણ એક કરતા વધારે જવાબદારી સોંપવામાં આવી છે. આમ અનેક અધિકારીઓને રાજ્યમાં ફરીથી એક કરતા વધારે ચાર્જ એક સાથે સંભાળવાની જવાબદારી નિભાવવી પડશે.
ક્રમ | અધિકારીનુ નામ | હાલની ફરજનુ સ્થળ | બદલી કરાયેલ ફરજનુ સ્થળ |
1 | ડો એસ એન અગ્રાવત, સિનિયર પર્યાવરણ વૈજ્ઞાનિક |
વડા, મધ્યસ્થ પ્રયોગશાળા, ગાંધીનગર | ગાંધીનગર મધ્યસ્થ પ્રયોગશાળાના વડા સહિત સુરત યુનિટ હેડ તરીકેની વધારી જવાબદારી |
2 | એમ આર મકવાણા, પર્યાવરણ ઈજનેર |
યુનિટ હેડ , સુરત, ભાવનગર તથા વાયબ્રન્ટ ગુજરાત અને એમઓયુની કામગીરી | યુનિટ હેડ ,ભરુચ તથા વાયબ્રન્ટ ગુજરાત અને એમઓયુની કામગીરી |
3 | નેહલ ડી અજમેરા, પર્યાવરણ ઈજનેર |
પ્રાદેશિક અધિકારી, આણંદ | પ્રાદેશિક અધિકારી, હિંમતનગર |
4 | એમ જી કાગઝી, પર્યાવરણ ઈજનેર |
યુનિટ હેડ, ભરુચ | યુનિટ હેડ, ભાવનગર તથા રાજકોટ |
5 | નીરજ એ શાહ, પર્યાવરણ ઈજનેર |
યુનિટ હેડ, મોરબી, રાજકોટ, હેઝાર્ડ વેસ્ટ તથા એર એક્શન પ્લાન કામગીરી |
યુનિટ હેડ, મોરબી, હેઝાર્ડસ વેસ્ટ તથા એર એક્શન પ્લાન કામગીરી |
6 | બીડી પ્રસાદ, નાયબ પર્યાવરણ ઈજનેર |
પ્રાદેશિક અધિકારી, હિંમતનગર | વડી કચેરી, ગાંધીનગર |
7 | એમયુ પટેલ, નાયબ પર્યાવરણ ઈજનેર |
પ્રાદેશિક અધિકારી, ભરુચ | પ્રાદેશિક અધિકારી, આણંદ |
8 | કેએન વાધમશી, નાયબ પર્યાવરણ ઈજનેર |
SEIAA, વડી કચેરી, ગાંધીનગર | પ્રાદેશિક અધિકારી, ભરુચ |
9 | આર આર વીરડા, મદદનીશ પર્યાવરણ ઈજનેર, |
પ્રાદેશિક કચેરી, સુરેન્દ્રનગર | વડી કચેરી, ગાંધીનગર |
Published On - 8:26 pm, Tue, 29 August 23