તમાકુ પકવતા ખેડૂતો, નડીયાદ APMCના નિર્ણયથી થયા ખુશ, જાણો શુ છે APMCના નિર્ણય ?

|

Mar 19, 2021 | 12:17 PM

ચરોતરના આણંદ ખેડા જીલ્લામાં મોટા પ્રમાણમાં ધરતીપુત્રો તમાકુની ખેતી સાથે સંકળાયેલા છે. મોટાપાયે તમાકુની ખેતી થાય છે પરંતુ ખુલ્લા બજારમાં તમાકુના ભાવ નહી મળતા ખેડૂતો પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે.

વાત્રક અને મહીસાગર નદી વચ્ચેનો લીલોછમ્મ પ્રદેશ એટલે ચરોતર , ચરોતરનો મુખ્ય પાક તમાકુ , જો કે ૬ -૬ મહિના સુધી તમાકુની ખેતીમાં જીવ રેડી દેનાર ખેડૂતો પાક તેયાર થઇ ગયા પછી પાક સમયસર ન વેચાવાને કારણે સતત પરેશાન રહેતા હતા. જો કે ગરીબ અને સીમાંત ખેડૂતો માટે નડિયાદ એપીએમસી સારા સમાચાર લઈને આવ્યું છે અને ધાન્ય, ફળ, ફૂલ શાકભાજીના પાક પછી હવે નડિયાદ એપીએમસી ખરીદી કરશે તમાકુની.

ચરોતરના આણંદ ખેડા જીલ્લામાં મોટા પ્રમાણમાં ધરતીપુત્રો તમાકુની ખેતી સાથે સંકળાયેલા છે ,જેમાં દેશી તમાકુ અને કલકત્તી તમાકુની ખેતી વિપુલ પ્રમાણમાં થાય છે ,જોકે તમાકુ ધાન્ય પાકની કેટેગરીમાં ન હોવાથી સરકાર દ્વારા તમાકુનો પાક ટેકાના ભાવે ખરીદી કરતી હતી જેથી ચરોતરના ખેડૂતોને પોતાનો તમાકુનો પાક વેચવામાં ખુબ મુશ્કેલી પડતી હતી તો બીજી તરફ ખાનગી વેપારીઓ દ્વારા ખેડૂતોને ખુબ ઓછા દામ આપીને સસ્તામાં પાક ખરીદી લેતા ખેડૂતોનું શોષણ થતું હતું અને તેમની વાત સાંભળનાર કોઈ જ ન હતું જો કે નડિયાદ એપીએમસી  દ્વારા એક ખેડૂતોના હિતમાં નિર્ણય લઇ તમાકુ પકડવા કોઈ પણ જીલ્લાના ખેડૂત નડિયાદ ખાતે પોતાની તમાકુ વેચી શકશે ,એપીએમસી નડિયાદના આ નિર્ણયથી ચરોતરના ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી છે

સામાન્ય રીતે એપીએમસી જે તે તાલુકામાં કાર્યરત હોય તે વિસ્તારના ખેડૂતો જ પોતાનો પાક અહી વેચી શકે છે જોકે નડિયાદ એપીએમસી ધ્વરા તમાકુ વેચવા માટે રાજ્યના કોઈ પણ ભાગનો ખેડૂત આવશે તો તેનો પાક અહી વેચી શકશે બીજી તરફ રાજ્યના કોઈ પણ જીલ્લાના વેપારીને તમાકુનો પાક ખરીદવો હશે તો તેને એપીએસી ધ્વરા નિયત ફી લઇ વ્યવસ્થા કરી આપવામાં આવનાર હોવાનું ચેરમેન ધ્વરા જણાવવામાં આવ્યું છે

નડીયાદ એપીએમસીના ચેરમેન વિપુલ પટેલનું કહેવુ છે કે,  આમ તો રાજ્ય સરકારે ઘણી યોજનાઓ કરી એપીએમસી ધ્વરા આ યોજનાઓ ખેડૂતો સુધી પહોચે તેવા પ્રયાસ કરે છે , તમાકુનો પાક ૬ મહિના સાચવે ,વેપારીઓ ધ્વરા ઘણા રૂપિયા કાપવામાં આવે છે તેથી અમારી એપીએમસી દ્વારા પ્રયાસ કર્યો છે , ખેડૂતોનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે , ત્રણ દિવસથી અગાઉના વર્ષો કરતા વધારે ભાવ મળી રહે છે ,અને રોકડા નાણા ચૂકવી દેવામાં આવે છે.

Next Video