સોમનાથ મંદિર નીચે મળ્યું ત્રણ માળનું મકાન, બૌદ્ધ ગુફાઓના પુરાવા મળ્યાનો પુરાતત્વ વિદોનો ખુલાસો

|

Dec 29, 2020 | 10:40 PM

સોમનાથ મહાદેવ મંદિરની નીચેથી બૌદ્ધ કાલિન અવશેષો મળ્યા છે. આ ખુલાસો કર્યો પુરાતત્વ વિદોએ. પુરાતન ખાતા દ્વારા 32 પાનાનો એક અહેવાલ સોમનાથ મંદિરના ટ્રસ્ટીને મોકલાયો છે. આ અહેવાલમાં એવું પણ બહાર આવ્યું છે કે મંદિરના દિગ્વિજય દરવાજા પાસે વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે અનેક બૌદ્ધ ગુફાઓ પણ છે. દેશના 12 જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ સોમનાથ મંદિરને લઈને ઘણા […]

સોમનાથ મંદિર નીચે મળ્યું ત્રણ માળનું મકાન, બૌદ્ધ ગુફાઓના પુરાવા મળ્યાનો પુરાતત્વ વિદોનો ખુલાસો

Follow us on

સોમનાથ મહાદેવ મંદિરની નીચેથી બૌદ્ધ કાલિન અવશેષો મળ્યા છે. આ ખુલાસો કર્યો પુરાતત્વ વિદોએ. પુરાતન ખાતા દ્વારા 32 પાનાનો એક અહેવાલ સોમનાથ મંદિરના ટ્રસ્ટીને મોકલાયો છે. આ અહેવાલમાં એવું પણ બહાર આવ્યું છે કે મંદિરના દિગ્વિજય દરવાજા પાસે વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે અનેક બૌદ્ધ ગુફાઓ પણ છે.

દેશના 12 જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ સોમનાથ મંદિરને લઈને ઘણા મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થયા છે. પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે મંદિરની નીચે ત્રણ માળની ઇમારત હાજર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શોધ પીએમ મોદીના પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓને આપવામાં આવેલા આદેશ બાદ કરવામાં આવી છે.

સોમનાથ મંદિરના ટ્રસ્ટી વતી પીએમ મોદીએ દિલ્હીમાં એક વર્ષ પહેલા તેની તપાસના આદેશ આપ્યા હતા. મંદિરની નીચે ત્રણ માળની એલ શેપની ઇમારત મળી આવી છે. આ તપાસમાં આઈઆઈટી ગાંધીનગરના પુરાતત્ત્વ નિષ્ણાતોની ટીમે અને અન્ય 4 સહયોગી સંસ્થાઓએ આ સંદર્ભે એક અહેવાલ રજૂ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

32 પાનાનો અહેવાલ બહાર આવ્યો

સોમનાથ મંદિરના ટ્રસ્ટીને મોકલવામાં આવેલા અહેવાલમાં એવું પણ બહાર આવ્યું છે કે મંદિરના દિગ્વિજય દ્વાર પાસે સ્થિત વલ્લભભાઇ પટેલની મૂર્તિ નજીક પણ અનેક બૌદ્ધ ગુફાઓ છે.

નિષ્ણાંતોના મતે ઘણા આધુનિક મશીનોની મદદથી કરવામાં આવેલી તપાસ પાછળ આશરે 5 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જી.પી.આર.ની તપાસ 12 મીટર સુધી ચાલ્યા બાદ આ વાત બહાર આવી છે.

છેલ્લે 1951માં નવું મંદિર બનાવવામાં આવ્યું

સોમનાથ મંદિરને ફરીથી બનાવવાનો હુકમ 1947માં સરદાર વલ્લભભાઇ પટેલે જારી કર્યો હતો. આ પહેલા 1706 માં, મોગલ શાસક ઔરંગઝેબે મંદિર તોડી પાડ્યું હતું. જ્યારે જૂનાગઢ ભારતનો ભાગ બન્યો, ત્યારે 1951માં નવું મંદિર તૈયાર થયું હતું

Next Article